પાકિસ્તાનઃ લાહોરની કાલેજમાં દુષ્કર્મની ઘટના મુદ્દે હિંસા
લાહોર, પાકિસ્તાનના લાહોરની એક કાલેજમાં દુષ્કર્મની ઘટના મામલે ભારે ધમાલ મચી છે. આ ઘટના મુદ્દે વિદ્યાર્થીઓ રોષે ભરાયા છે અને રસ્તાઓ ઉપર ઉતરી આવી ભારે હોબાળો મચાવી રહ્યા છે.
બીજીતરફ સુરક્ષાને ધ્યાને રાખી પાકિસ્તાનના પંજાબની તમામ સ્કૂલો અને યુનિવર્સિટીઓ બે દિવસ માટે બંધ કરવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. કાલેજમાં થયેલી દુષ્કર્મની ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ અનેક સ્કૂલો અને કાલેજોમાં તણાવ જોવા મળી રહ્યો છે. ઘટના સામે આવ્યા બાદ ચાર શહેરોમાં વિદ્યાર્થીઓએ રસ્તા ઉપર ઉતરી આવી ઉગ્ર દેખાવો શરૂ કરી દીધા છે.
વિદ્યાર્થીઓના એક ટોળાએ રાવલપિંડીની એક કાલેજ ભવનને ભારે નુકસાન કર્યું છે.દેખાવો ઉગ્ર બન્યા બાદ વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે અનેક સ્થળે ઘર્ષણ થયું છે, જેમાં ૬૦૦થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પંજાબ પ્રાંતના ગુજરાતમાં બુધવારે દેખાવકારો અને પોલીસ વચ્ચે અથડામણ થઈ છે, જેમાં એક સુરક્ષા કર્મચારીનું મોત થયું છે. આ મામલે પોલીસે એક વ્યક્તિની ધરપકડ પણ કરી છે.
દેખાવ કરી રહેલા વિદ્યાર્થીઓએ અનેક રસ્તાઓ બ્લોક કરવાની સાથે અનેક વાહનોને આગ ચાંપી દીધી છે.બીજીતરફ સરકાર અને પોલીસે લાહોરની ખાનગી પંજાબ ગ્રૂપ ઓફ કાલેજના પરિસરમાં દુષ્કર્મની ઘટના થઈ હોવાનો ઈન્કાર કરી દીધો છે.
પંજાબ પોલીસે ૮ સપ્ટેમ્બર કહ્યું કે, હિંસક વિરોધ પ્રદર્શન મામલે પ્રાંતમાંથી ૬૦૦થી વધુ વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી છે. બીજીતરફ પંજાબ પોલીસના એક પ્રવક્તાએ દાવો કર્યાે છે કે, ધરપકડ કરાયેલા અનેક વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી બાંહેધરી પત્ર લીધા બાદ છોડી મુકવામાં આવ્યા છે.
દરમિયાન લાહોરમાં આવેલી પંજાબ કાલેજ ફોર વિમેનમાં એક સુરક્ષા ગાર્ડે વિદ્યાર્થીની પર કથિત દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ હતી, ત્યારબાદ સોમવારથી પંજાબના અનેક શહેરોમાં હિંસક વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. આ હિંસામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૫૦ વિદ્યાર્થીઓને ઈજા થઈ છે, જેમાં ત્રણ હાલત ગંભીર હોવાના અહેવાલો સામે આવ્યા છે.SS1MS