પાકિસ્તાન બાલાકોટ બાદ પરમાણુ હુમલાની તૈયારીમાં હતું
વોશિંગ્ટન, અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી માઈક પોમ્પિઓએ પોતાની પુસ્તકમાં કેટલાંક ચોંકાવનારા દાવા કર્યા છે. તેઓએ કહ્યું કે, ૨૦૧૯માં ભારત અને પાકિસ્તાન એક બીજા પર પરમાણુ હુમલો કરવાની તૈયારીઓ કરી રહ્યા હતા. પોમ્પિઓએ દાવો કર્યો છે કે, તેઓ પોતાના તત્કાલિન ભારતીય સમકક્ષ સુષમા સ્વરાજ સાથે વાત કરવા માટે ઉંઘમાંથી ઉઠ્યા હતા.
સુષમા સ્વરાજે તેમને બતાવ્યું હતું કે પાકિસ્તાન ફેબ્રુઆરી ૨૦૧૯માં બાલાકોટ સર્જીકલ સ્ટ્રાઈક બાદ પરમાણુ હુમલો કરવાની તૈયારી કરી રહ્યો હતો અને ભારત પણ પોતાની જવાબી કાર્યવાહી કરવા માટે તૈયારી કરી રહ્યો હતો.
પોમ્પિઓએ બજારમાં આવેલી પોતાની નવી પુસ્તક નેવર ગિવ ઈન ઈંચઃ ફાઈટિંગ ફોર ધ અમેરિકા આઈ લવમાં કહ્યું કે આ ઘટના ત્યારે થઈ હતી કે જ્યારે ૨૭-૨૮ ફેબ્રુઆરીના રોજ અમેરિકા ઉત્તર કોરિયામાં શિખર સંમેલન માટે હનોઈમાં હતો. તેઓએ કહ્યું કે, તેમની ટીમે આ સંકટને ટાળવા માટે ભારત અને પાકિસ્તાન બંને સાથે આખી રાત કામ કર્યુ હતુ.
પોમ્પિઓ પોતાની પુસ્તકમાં લખે છે કે, મને નથી લાગતુ કે વિશ્વ સારી રીતે જાણતું હશે કે ફેબ્રુઆરી ૨૦૧૯માં ભારત અને પાકિસ્તાનની હરીફાઈ કેવી રીતે પરમાણુ હુમલા નજીક પહોંચી ગઈ હતી. તેઓએ કહ્યું, સાચુ તો એ છે કે મને એનો ઠીક ઠીક જવાબ પણ ખબર નથી.
મને માત્ર એટલું ખબર છે કે આ ખૂબ જ નજીક હતું. ભારતના લડાકૂ વિમાનોને પુલવામા આતંકી હુમલામાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સના ૪૦ જવાનોની શહાદત બાદ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ પાકિસ્તાનના બાલાકોટમાં જૈશ એ મોહમ્મદના આતંકવાદીઓના ટ્રેનિંક કેમ્પને તબાર કરી નાખ્યો હતો. પોમ્પિઓએ કહ્યું કે, હું એ રાતને ક્યારેય નહીં ભૂલુ કે જ્યારે હું વિયેતનામના હનોઈમાં હતો.
તેઓએ કહ્યું કે, પરમાણુ હથિયારો પર ઉત્તર કોરિયાના લોકો સાથે વાતચીત કરવી પર્યાપ્ત નહોતી. એવી જ રીતે ભારત અને પાકિસ્તાનની ઉત્તર સીમા પર કાશ્મીર વિસ્તારને લઈને દશકોથી ચાલુ વિવાદના સંબંધમાં એકબીજાને ધમકાવવાનું શરુ કરી દીધુ હતુ.
હનોઈમાં હું મારા ભારતીય સમકક્ષ સાથે વાત કરવા માટે ઉંઘમાંથી ઉઠ્યો હતો. તેઓનું માનવું હતું કે, પાકિસ્તાનીઓએ હુમલા માટે પોતાના પરમાણુ હથિયારો તૈયાર કરવાનું શરુ કરી દીધુ હતું. તેઓએ મને જાણ કરી કે ભારત પણ પોતાની જવાબી કાર્યવાહી પર વિચાર કરી રહ્યો છે. મેં તેમને કંઈ ન કરવા અને તમામ ચીજવસ્તુ સારી કરવા માટે થોડો સમય માગ્યો હતો.SS1MS