Western Times News

Gujarati News

જમ્મુ કાશ્મીરનું બજેટ જોઈ પાકિસ્તાનને પરસેવો છુટી જશે

નવી દિલ્હી, પાડોશી દેશ પાકિસ્તાન છેલ્લા કેટલાક સમયથી ઈન્ટરનેશનલ મોનિટરી ફંડ તરફ હાથ ફેલાવીને બેઠું છે. જેથી તેને કંઈક રાહત પેકેજ મળી જાય. જેના માટે તેણે કેટલાય જુગાડ લગાવ્યા છે. આઈએમએફની શરતોને પુરી કરવા માટે તેમને પોતાના નાગરિકો પર મોંઘવારીનો ખૂબ ભાર નાખી રાખ્યો છે. પાકિસ્તાન ઈન્ટરનેશનલ મોનિટરી ફંડ પાસેથી ૩ અબજ ડોલરની રાહત માગી રહ્યું છે.

આ બાજુ ભારત સરકારે જમ્મુ કાશ્મીરના વિકાસ માટે ૧૪.૧૬ અબજ ડ઼ોલર એટલે કે ૧૧૮૦૦૦૦૦૦૦૦૦૦ રૂપિયા (૧.૧૮ લાખ કરોડ રૂપિયા)નું વચગાળાનું બજેટ જાહેર કર્યું છે. આ બજેટ પાકિસ્તાન માટે આઈએમએફના રાહત પેકજ કરતા ૫ ગણુ વધારે છે.

જમ્મુ કાશ્મીરના વિકાસ માટે આ બજેટ એક મહત્વની ભૂમિકા નિભાવશે. પાકિસ્તાન ૫ ફેબ્રુઆરીએ કાશ્મીર સોલિડેરિટી ડે મનાવે છે. ભારત સરકાર આ દિવસે જમ્મુ અને કાશ્મીરના આર્થિક વિકાસ માટે વચગાળાનું બજેટ પ્રસ્તાવિત કર્યું. કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીર માટે ભારતનું બજેટ, કૃષિ, ગ્રામીણ વિકાસ, પર્યટન, સ્વાસ્થ્ય દેખરેખ, શિક્ષણ અને સાંસ્કૃતિક સંરક્ષણ જેવા મુખ્ય ક્ષેત્રો પર ફોક્સ કરે છે.

તેમાં સતત વિકાસને પ્રોત્સાહન આપવા માટે મોટા રોકાણની પણ જાહેરાત છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટનો પ્રસ્તાવ રાખતા કહ્યું કે, જમ્મુ કાશ્મીર ઓગસ્ટ ૨૦૧૯ના સુધારા બાદથી સામાજિક-આર્થિક તરક્કી પર ઝડપથી આગળ વધી રહ્યું છે.

સરકાર આ રાજ્ય માટે સમાવેશી વિકાસના રસ્તા શોધી રહી છે. અહીં પર્યટન માટે ૨૦ સ્થળના ઈંફ્રાસ્ટ્રક્ચરને ડેવલપ કરવાનો ટાર્ગેટ રાખ્યો છે. સાથે જ પરંપરાગત નકલી ગામ સેટઅપ તરીકે પણ ડિઝાઈન કર્યા છે. તો વળી અમુક અન્ય ગામને પણ ડેવલપ કરવાના છે.

અહીં ઉલ્લેખનિય છે કે, નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે પાકિસ્તાન કુલ ૧૪.૪૬ ટ્રિલિયન પાકિસ્તાની રુપિયા (૫૦.૪૫ અબજ ડોલર)નું બજેટ રાખ્યું હતું. તેમાં ડિફેન્સ માટે અમાઉંટ ૧.૮ ટ્રિલિયન પાકિસ્તાની રુપિયા રાખ્યુ છે. જે પાછલા બજેટ કરતા ૧૫ ટકા વધારે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.