ભારતની મહેમાનગતિના પાકિસ્તાનના ક્રિકેટરો વખાણ કર્યા
ભોજન સ્વાદિષ્ટ છે અને હસતા-હસતા કહ્યું અમારા સપોર્ટ સ્ટાફ ચિંતિત છે કે અમારા વજન વધી ન જાય. અમને આશા છે કે અમને અમદાવાદમાં પણ આવો જ પ્રેમ મળશે, જ્યાં અમે ટીમ ઈન્ડીયા સામે રમીશું.
સાત વર્ષ બાદ વર્લ્ડ કપ રમવા ભારત આવેલી પાકિસ્તાની ક્રિકેટ ટીમ અહીંની મહેમાનગતિથી ખુશ છે. હૈદરાબાદમાં ફ્લાઈટના લેન્ડીગ સાથે બાબર સેનાને જબરદસ્ત પ્રેમ મળી રહ્યો છે. Pakistan cricket team arrived in hyderabad for ODI World Cup 2023
એરપોર્ટ અને હોટલની બહાર ભવ્ય સ્વાગતથી માત્ર ખેલાડીઓ જ ખુશ નથી, પરંતુ ભારતીય ભોજને પાકિસ્તાની ટીમનું દિલ પણ જીતી લીધું છે. ખેલાડીઓ સોશિયલ મીડિયા પર ‘નવાબના શહેર’માં આપવામાં આવતી મહેમાનગતી પ્રશંસા કરી રહ્યા છે. આ સંબંધમાં ટીમના વાઇસ કેપ્ટન અને ઓલરાઉન્ડર શાદાબ ખાને એક રસપ્રદ નિવેદન આપ્યું છે.
શાદાબ ખાને પાકિસ્તાની ટીમની પ્રથમ મીડિયા કોન્ફરન્સમાં પત્રકારોને કહ્યું, ‘એરપોર્ટ પર સ્વાગત અદ્ભુત હતું અને ટીમ હોટલમાં પણ ઘણા લોકો આવ્યા હતા. અમને અહીં ઉત્તમ સેવા મળી રહી છે.
ભોજન સ્વાદિષ્ટ છે અને હસતા-હસતા કહ્યું અમારા સપોર્ટ સ્ટાફ ચિંતિત છે કે અમારા વજન વધી ન જાય. અમને આશા છે કે અમને અમદાવાદમાં પણ આવો જ પ્રેમ મળશે, જ્યાં અમે ટીમ ઈન્ડીયા સામે રમીશું.
પાકિસ્તાનના સ્ટાર ઓલરાઉન્ડરે પણ મીડિયા કોન્ફરન્સ દરમિયાન બોલિવૂડનો સ્પર્શ ઉમેર્યો હતો. હૈદરાબાદમાં ટીમની પ્રથમ સત્તાવાર મીડિયા કોન્ફરન્સ દરમિયાન, શાદાબ ખાન રૂમમાં હાજર પોલીસ અધિકારીના વખાણ કરવાથી પોતાને રોકી શક્યો નહીં. પ્રસિદ્ધ હિન્દી ફિલ્મ સિંઘમમાં નીડર પોલીસ ઓફિસર બાજીરાવ સિંઘમના પાત્રને યાદ કરતાં તેમણે કહ્યું, ‘સિંઘમ અહીં પણ આવી ગયો છે.’ આટલું બોલતાં જ આખો હોલ હાસ્યથી ગુંજી ઉઠ્યો.
પાકિસ્તાનના વાઇસ કેપ્ટને પણ ટીમ ઈન્ડીયાના કેપ્ટન અને વિસ્ફોટક ઓપનર રોહિત શર્માના વખાણ કર્યા હતા. વાતચીત દરમિયાન, લેગ સ્પિનરે સ્વીકાર્યું કે જ્યારે હિટમેન તેમની લયમાં હોય છે ત્યારે તેમને રોકવા ખરેખર મુશ્કેલ હોય છે. એકવાર પ્રતિસ્પર્ધી તેને ક્રિઝ પર થોડો સમય પસાર કરવા દે છે, રોહિત શર્મા અણનમ અને ખતરનાક બની જાય છે.
તેણે સ્પિનરોમાં કુલદીપ યાદવનું નામ લેવાનું પણ ચૂક્યું નહીં અને કહ્યું કે આ લેફ્ટ આર્મ રિસ્ટ સ્પિનર વર્લ્ડ કપ ૨૦૨૩ પહેલા સૌથી ખતરનાક બોલર છે.