પાકિસ્તાની કટ્ટરપંથીને બ્રિટનમાં આજીવન કેદ, આતંકવાદી સંગઠન ચલાવતો હતો
બ્રિટન, બ્રિટન અને પાકિસ્તાનની બેવડી નાગરિકતા ધરાવતા કટ્ટરપંથી ઈસ્લામિક ઉપદેશક અંજેમ ચૌધરીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. તેને આતંકવાદી સંગઠન ચલાવવાનો દોષી ઠેરવવામાં આવ્યો છે, જેમાં તેને ૨૮ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.અંજેમ ચૌધરી પ્રતિબંધિત આતંકવાદી સંગઠન અલ-મુહાજીરૂન (એએલએમ)નું સંચાલન કરવા અને ઓનલાઈન માધ્યમથી તેનો પ્રચાર કરવા માટે દોષી ઠેરવવામાં આવ્યો હતો.
તેમણે આ સંસ્થાની સ્થાપના ૧૯૯૬માં કરી હતી અને ત્યારથી તેઓ સંસ્થા માટે કામ કરી રહ્યા હતા. સંગઠનને પ્રતિબંધિત ન થાય તે માટે તે તેનું નામ બદલીને તેનું સંચાલન કરતો હતો.કોર્ટે કહ્યું, “તમારા જેવા સંગઠનો વૈચારિક કારણોની શોધમાં હિંસાને સામાન્ય બનાવે છે.
તેઓ શાંતિથી સાથે રહેતા લોકોમાં તિરાડ પેદા કરે છે.” ૨૦૦૬માં અલ ઘુરબા નામથી કામ કરવા બદલ બ્રિટન દ્વારા એએલએમ પર સૌપ્રથમ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ૨૦૧૦ માં, એએલએમને વૈકલ્પિક નામ તરીકે પ્રતિબંધમાં સામેલ કરવામાં આવ્યું હતું.કોર્ટને જાણવા મળ્યું કે ચૌધરી જુલાઈ ૨૦૨૩ સુધી એએલએમ માટે કામ કરી રહ્યો હતો.
તેની ઓળખ ઈસ્લામિક થિંકર્સ સોસાયટી નામના આૅફશૂટ જૂથને ઓનલાઈન ભાષણ આપતી વખતે કરવામાં આવી હતી, જે એક અન્ડરકવર ટીમ દ્વારા ઘૂસણખોરી કરવામાં આવી હતી. આ પછી તેની ધરપકડ કરવામાં આવી હતી.
પાકિસ્તાની અને બ્રિટિશ નાગરિક અંજેમ ચૌધરી અગાઉ ૨૦૧૮માં ઈસ્લામિક સ્ટેટ આતંકવાદી સંગઠનને ટેકો આપવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો હતો. આ કેસમાં તેને પાંચ વર્ષની જેલની સજા થઈ હતી પરંતુ ટૂંક સમયમાં જ તેને છોડી દેવામાં આવ્યો હતો.
કોર્ટે તેને કેટલીક શરતો સાથે જામીન આપ્યા હતા પરંતુ શરતો સમાપ્ત થતાં તે ફરીથી આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ થઈ ગયો હતો.SS1MS