પાકિસ્તાની ફવાદની ફિલ્મ રોકવા ફિલ્મ ફેડરેશનની માગ

મુંબઈ, પહેલગામમાં નિર્દાેષ પ્રવાસીઓની કત્લેઆમ પછી દેશભરમાં આક્રોશ ફેલાયો છે. હુમલા માટે પાકિસ્તાની આતંકવાદીઓએ નામ અને ધર્મ જાણ્યા બાદ અત્યંત ક્‰રતાથી પ્રવાસીઓની કતલ કરી હતી. આ હિચકારી ઘટના બાદ પાકિસ્તાની એક્ટર્સનો વિરોધ શરૂ થયો છે. પાકિસ્તાની સ્ટાર ફવાદ ખાન-વાણી કપૂરની ફિલ્મ ‘અબીર ગુલાલ’ની રિલીઝ રોકવા માટે ફિલ્મ ફેડરેશને માગણી કરી છે.
આ સાથે સોશિયલ મીડિયા પર ‘બોયકોટ અબીર ગુલાલ’ ટ્રેન્ડ થઈ રહ્યું છે. ફવાદ ખાન અને વાણી કપૂરનો લીડ રોલ ધરાવતી ‘અબીર ગુલાલ’નું ટીઝર પહેલી એપ્રિલે શેર થયું હતું. આ ટ્રેલરના પગલે બોલિવૂડનો પાકિસ્તાનપ્રેમ વિવાદમાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર ફિલ્મનો વિરોધ શરૂ થયો હતો, પરંત પહેલગામમાં આતંકવાદી હુમલા પછી આક્રોશ વધ્યો છે અને ફિલ્મનો વિરોધ વધારે ઉગ્ર બન્યો છે.
ભારતીય જવાનોથી માંડી સામાન્ય નાગરિકો આતંકવાદીઓ અને પાકિસ્તાનમાં બેઠેલા તેમના આકાઓને આકરી સજા અપાવવા માગે છે. પ્રબળ જનમાનસને ધ્યાને રાખીને ઈન્ડિયન ફિલ્મ એન્ડ ટેલિવિઝન ડિરેક્ટર્સ એસોસિએશનના અધ્યક્ષ અશોક પંડિતે આ હુમલાને દેશ સામેનું યુદ્ધ ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, કાશ્મીરમાં પ્રથમ વખત હુમલો નથી થયો. આવું ૩૦ વર્ષથી થઈ રહ્યું છે.
એસોસિએશન તરીકે અમે પાકિસ્તાનીઓ સાથે કામ નહીં કરવા હાથ જોડીને વિનંતી કરેલી છે. પરંતુ તેઓ આર્ટિસ્ટ અને કમ્યુનિટી જેવા બહાના કરી રહ્યા છે. પણ, સૌથી પહેલા દેશ છે. મારા ઘરની વ્યક્તિનું મોત નથી થયું, તો મારે શું? એવિં ઘણા લોકો વિચારે છે.
આ ફિલ્મની હીરોઈન અથવા મેકર્સના પરિવારના કોઈ સભ્યનું આતંકવાદી હુમલામાં મોત થયું હોત તો તેએ પાકિસ્તાની કલાકાર સાથે ફિલ્મ બનાવવાનું વિચારત નહીં. અશોક પંડિતે દુબઈમાં પાકિસ્તાન સામે મેચ રમનારા ભારતીય ક્રિકેટરોની પણ ટીકા કરી હતી.
તેમણે કહ્યું હતું કે, આપણા દેશના લોકો પાકિસ્તાની કલાકારો સાથે પરફોર્મ કરવા લંડન અને દુબઈ જાય છે. ક્રિકેટમાં પણ આવું જ થઈ રહ્યું છે. કહી દો અમારે ક્રિકેટ નથી રમવું. તેઓ બંદૂકથી મારી રહ્યા છે અને આપણે તેમની સાથે બેટ-બોલ રમી રહ્યા છીએ.
લોકો ખૂબ નારાજ છે અને ક્રિકેટર્સ, આર્ટિસ્ટ, સિંગર્સ બધાને બહાર કાઢીને મારશે. હવે સહનશક્તિની હદ આવી ગઈ છે. હવે અમે ઓર્ડર ઈશ્યૂ કરીશું અને પાકિસ્તાની કલાકાર સાથે કામ કરનારા દરેકનો બોયકોટ કરીશું. ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝના અધ્યક્ષ બી એન તિવારીએ કહ્યું હતું કે, ભારતમાં ‘અબીર ગુલાલ’ને રિલીઝ થવા દેવાશે નહીં.
ફિલ્મ રિલીઝ કરવાનો પ્રયાસ થશે તો મેકર્સ સામે આકરાં પગલાં લેવાશે. આ ફિલ્મને ૯ મેના રોજ રિલીઝ કરવાનું આયોજન હતું. આ ફિલ્મની રિલીઝ સાથે જ પાકિસ્તાની કલાકારો માટે ફરી એક વાર બોલિવૂડના દરવાજા ખૂલવાની શક્યતા હતી. ૨૦૧૬ના વર્ષથી બોલિવૂડે પાકિસ્તાની કલાકારો સાથે ફિલ્મ બનાવી નથી.
કલા અને કલાકારને સરહદના સીમાડા નડતા નથી, તેવી માન્યતા સાથે પાકિસ્તાની ફવાદ ખાન સાથે ફિલ્મ બનાવવામાં આવી હતી. જો કે બદલાયેલા સંજોગોના કારણે ફિલ્મ એસોસિએશન અને સોશિયલ મીડિયાએ ‘અબીર ગુલાલ’નો વિરોધ સરૂ કરી દેતાં પાકિસ્તાની કલાકારોની બોલિવૂડ વાપસીનો માર્ગ કઠિન બન્યો હોવાનું જણાય છે.SS1MS