પાકિસ્તાની ફિલ્મ ૧૦ વર્ષ બાદ ભારતમાં રિલીઝ થશે
મુંબઈ, પાકિસ્તાન અભિનેતા ફવાદ ખાને ભારતની અનેક ફિલ્મોમાં કામ કર્યું છે, તેને ચાહકો પસંદ પણ કરે છે.આલિયાથી લઈ સોનમ કપુર સાથે પણ કામ કરી ચૂક્યો છે. પરંતુ જ્યારથી પાકિસ્તાનના કલાકારો પર પ્રતિબંધ લાગ્યો છે. ત્યારથી ભારતીય ચાહકો થી અભિનેતા દુર થયો છે.
પ્રતિબંધ બાદ ભારતમાં ૧૦ વર્ષ બાદ પહેલી પાકિસ્તાની ફિલ્મ રિલીઝ થવાની તૈયારીમાં છે જેને લઈ ચાહકો પણ ખુબ ઉત્સુક છે.પાકિસ્તાની ફિલ્મ ધ લીજેન્ડ ઓફ મૌલા જટ્ટે દુનિયા ભરમાં ધમાલ મચાવી હતી. ફવાદ ખાન અને માહિરા ખાનની આ ફિલ્મ ૨૦૨૨માં રિલીઝ થઈ હતી. એક રિપોર્ટ મુજબ આ ફિલ્મે દુનિયાભરમાં ૪૦૦ કરોડથી વધુની કમાણી કરી હતી.
આ દરમિયાન તે ભારતમાં રિલીઝ થઈ ન હતી હવે આ ફિલ્મ રિલીઝ થયાના ૨ વર્ષ બાદ ભારતમાં રિલીઝ થશે પરંતુ વિવાદો વચ્ચે આ ફિલ્મ માત્ર એક જ રાજ્યમાં રિલીઝ થશે, તેવા રિપોર્ટ હાલ સામે આવી રહ્યા છે.ધ લીજેન્ડ ઓફ મૌલા જટ્ટ અત્યારસુધી ભારતમાં રિલીઝ ન થવા પાછળનું કારણ ભારત-પાકિસ્તાન બંન્ને વચ્ચેના સંબંધો છે.
હવે અંદાજે ૧૦ વર્ષ બાદ આ ફિલ્મ રિલીઝ માટે તૈયાર છે , આને લઈને પણ હવે અનેક વિવાદો સામે આવી રહ્યા છે. ત્યારે ચાહકો માટે પણ એક ચોંકાવનાર સમાચાર એ છે કે, આ ફિલ્મ ભારતમાં રિલીઝ થશે નહિ પરંતુ માત્ર પંજાબમાં જ રિલીઝ થશે.ધ લિજેન્ડ ઓફ મૌલા જટ્ટ પાકિસ્તાનની સૌથી મોંઘી ફિલ્મ છે. જે ૨૦૨૨માં રિલીઝ થતાં બોકસ ઓફિસ પર છપ્પરફાડ કમાણી કરી હતી.
હવે આ ફિલ્મ ૨જી ઓક્ટોમ્બરના રોજ ભારતમાં રિલીઝ થવા માટે તૈયાર છે.હજુ પણ પાકિસ્તાનની ફિલ્મને લઈ વિવાદો સામે આવી રહ્યા છે. રાજ ઠાકરે પણ આ ફિલ્મને લઈ ભડક્યા છે તેમણે કહ્યું કોઈ પણ પાકિસ્તાનના કલાકારોની ફિલ્મ ભારતમાં રિલીઝ થવા દેશે નહિ.
તમને જણાવી દઈએ કે, ફવાદ ખાન અને માહિરા ખાન સ્ટાર ફિલ્મ ધ લિજેન્ડ ઓફ મૌલા જટ્ટ ૧૯૭૯માં આવેલી ફિલ્મ મૌલા જટ્ટની રીમિકસ છે. જેમણે બિલાલ લશારીએ ડાયરેક્ટ કરી હતી.SS1MS