Western Times News

Gujarati News

પાકિસ્તાની હિન્દુઓની દિવાળી સુધરી ગઈ: સરકારે ૩-૩ હજાર અને 3 દિવસની રજા પણ મળશે

પંજાબ કેબિનેટે તહેવાર કાર્ડ પહેલને મંજૂરી આપી દીધી

ઈસ્લામાબાદ,  એક બાજુ પાકિસ્તાનમાં લઘુમતીઓ પર અત્યાચારના સમાચારો ખૂબ જ સામાન્ય છે, તો બીજી બાજુ હવે પાકિસ્તાનના પંજાબના મુખ્યમંત્રી મરિયમ નવાઝે તેમના પક્ષમાં મોટો નિર્ણય લીધો છે.

દાવો કરવામાં આવી રહ્યો છે કે મરિયમ નવાઝ શરીફની આગેવાની હેઠળની પાકિસ્તાનની પંજાબ સરકાર ગુરુ નાનક જયંતિ અને દિવાળી પહેલા રાજ્યના ૨,૨૦૦ શીખ અને હિન્દુ પરિવારોને ૧૦,૦૦૦ પાકિસ્તાની રૂપિયા (ભારતના લગભગ ૩ હજાર) આપશે.

આ ઉપરાંત બલૂચિસ્તાન સરકારે પણ મોટું એલાન કરતા દિવાળીના અવસર પર હિન્દુ કર્મચારીઓ માટે ૩ દિવસની રજાની જાહેરાત કરી છે. એક અહેવાલ પ્રમાણે પંજાબ સરકારના એક પ્રવક્તાએ જણાવ્યું કે, ‘મુખ્યમંત્રીએ અધિકારીઓને આદેશ આપ્યો છે કે, આપણા હિન્દુ અને શીખ ભાઈઓને તહેવાર કાર્ડ વહેંચવાની પ્રક્રિયા તાત્કાલિક શરૂ કરી દો.

આ વર્ષની શરૂઆતથી આ ૨,૨૦૦ પરિવારોને ”તહેવાર કાર્ડ” કાર્યક્રમના ભાગરૂપે વાર્ષિક નાણાકીય મદદ મળશે. પાકિસ્તાનની પંજાબ સરકાર રાજ્યના ૨,૨૦૦ શીખ અને હિન્દુ પરિવારોને ગુરુ નાનક જયંતિ અને દિવાળી ઉજવવા માટે ૧૦,૦૦૦ પાકિસ્તાની રૂપિયા (લગભગ ૩,૦૦૦ ભારતીય રૂપિયા) આપીને તહેવાર કાર્ડ આપશે.’

પંજાબ કેબિનેટે ‘તહેવાર કાર્ડ’ પહેલને મંજૂરી આપી દીધી છે, જેના માધ્યમથી આ પરિવારોને પોતાના ધાર્મિક તહેવારોની ઉજવણી માટે નાણાકીય સહાય મળશે. આ વર્ષે દિવાળી ૩૧ ઓક્ટોબરથી ૨ નવેમ્બર સુધી ઉજવવામાં આવશે. આ ઉપરાંત ગુરુનાનક જયંતિ ૧૫ નવેમ્બરના રોજ છે. અધિકારીઓએ જણાવ્યું કે, ગુરુ નાનક દેવની ૫૫૫મી જન્મજયંતિ માટે આવતા મહિને આવનારા વિદેશી તીર્થયાત્રીઓ માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

ગુરુ નાનક જયંતિના અવસર પર દર વર્ષે ભારતમાંથી પણ શ્રદ્ધાળુઓ પાકિસ્તાન જાય છે. કરતારપુર કોરિડોર દ્વારા મોટી સંખ્યામાં શીખ શ્રદ્ધાળુઓ પાકિસ્તાન જાય છે. આ પ્રવાસ માટે તેમને કોઈ વિઝાની જરૂર નથી હોતી. જો કે, તેમની પાસેથી સર્વિસ ચાર્જ તરીકે ૨૦ ડોલર વસૂલવામાં આવે છે. ભારતીય વિદેશ મંત્રાલયે ફરી એકવાર પાકિસ્તાનને આ ફી માફ કરવાની અપીલ પણ કરી છે.

બલૂચિસ્તાન સરકારે દિવાળીના અવસર પર હિન્દુ કર્મચારીઓ માટે ૩ દિવસની રજા જાહેર કરી છે. પાકિસ્તાની મીડિયાના જણાવ્યા પ્રમાણે બલૂચિસ્તાન સરકારે દિવાળીના અવસર પર હિન્દુ સમુદાયના સરકારી કર્મચારીઓ માટે ૩ દિવસની રજાઓનું નોટિફિકેશન જારી કર્યું છે. કર્મચારીઓને ગુરુવાર, શુક્રવાર અને શનિવારે રજા મળશે. બીજી તરફ રવિવારની સાપ્તાહિક રજા સાથે હિન્દુ સરકારી કર્માચારીઓને કુલ ૪ રજા મળશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.