Western Times News

Gujarati News

ભરૂચમાં CIDએ કરી પાકિસ્તાની જાસૂસની ધરપકડ

(એજન્સી)ભરૂચ, ભરૂચમાં સીઆઈડીને મોટી સફળતા મળી છે. પાકિસ્તાની જાસૂસ પ્રવીણકુમાર મિશ્રાને સીઆઈડીએ ધરપકડ કરી છે. અત્રે જણાવીએ કે, આ આરોપી પ્રવીણ ભારતની ગુપ્ત માહિતી પાકિસ્તાન મોકલતો હતો. આરોપી પાકિસ્તાની એજન્ટના હનીટ્રેપનો શિકાર થયો હોવાનો ખુલાસો થયો છે. અત્યારે ઝ્રૈંડ્ઢએ આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.

સીઆઈડી ક્રાઈમના એડીજીપી રાજ કુમાર પાંડિયએ જણાવ્યું કે, આર્મી ઇન્ટેલિજન્ટના માહિતીના આધારે સર્વલેન્સ કરવામાં આવ્યું હતું. આરોપીનો મોબાઈલ ચેક કરતા પાકિસ્તાન ૈંજીં હેન્ડલર સાથે સંપર્ક હતો. સોનલ ગર્લ નામથી હેન્ડલરનું નામ ખુલ્યું છે. આ મહિલાએ પ્રવિણને હનીટ્રેમા ફસાવ્યો હતો. ફેસબુક મારફતે મિત્રતા કરી હતી. ભારતની ગુપ્ત માહિતી મેળવી પાકિસ્તાન મોકલતો હતો. પ્રવિણ મિશ્રા એન્જીનીયર હતો અને પ્રવિણ હૈદરાબાદમાં એક સંસ્થામાં નોકરી કરતો હતો

અત્રે જણાવી કે, થોડા દિવસ અગાઉ ગુજરાત છ્‌જીએ પાકિસ્તાન માટે જાસૂસી કરી રહેલા મોહમ્મદ સકલીનની ધરપકડ કરી હતી. જામનગરના રહેવાસી મહંમદ સકલેને સીમકાર્ડ ખરીદીને ભારતીય નંબર પર વોટ્‌સએપ એક્ટિવ કરી દીધું હતું. તે વોટ્‌સએપ નંબરથી જમ્મુ-કાશ્મીરમાં સેનાની જાસૂસી કરતો હતો.

ગત વર્ષે ઓક્ટોબરમાં ગુજરાત એટીએસ દ્વારા આ કેસનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો અને આરોપીઓ પકડાયા હતા. આજે તેમાંથી એક આરોપી સકલીન જે ફરાર છે તેની ધરપકડ કરી લેવામાં આવી છે.

જામનગરમાં આર્મીની જાસૂસી મામલે ગુજરાત એટીએસ દ્વારા ૭ પાકિસ્તાની એજન્ટો વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો. જેમાંથી બે જાસૂસની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે પાંચ એજન્ટો ફરાર હતાં. આ જાસૂસ પાકિસ્તાની સંસ્થા સાથે કોઈ નાણાંકીય વ્યવહાર કર્યો હોવાનું ખુલ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.