Western Times News

Gujarati News

ચંદ્રયાન-૩ પર પાકિસ્તાનીઓએ ભારતને આપ્યા અભિનંદન

નવી દિલ્હી, ભારતના ચંદ્રયાન-૩ ઉપગ્રહે બુધવારે ચંદ્રના દક્ષિણ ધ્રુવીય ક્ષેત્ર પર વિક્રમ લેન્ડરને સફળતાપૂર્વક લેન્ડ કર્યું હતું. આ સાથે ભારતે ઈતિહાસ રચ્યો છે. આ માત્ર ભારત માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે એક મોટી ઉપલબ્ધિ છે. મિશનની સફળતા માટે દેશભરમાં પ્રાર્થનાઓ ચાલી રહી હતી. વિશ્વભરના વૈજ્ઞાનિકો અને સામાન્ય લોકોની નજર આ મિશન પર ટકી હતી.Pakistanis congratulated India on Chandrayaan-3

ઈતિહાસ રચીને ભારતે સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે. દરેક વ્યક્તિ સ્પેસ એજન્સી ઈસરોની મહેનતની પ્રશંસા કરી રહી છે. આ પ્રસંગે પાકિસ્તાનીઓએ પણ ભારતને અભિનંદન પાઠવ્યા છે. પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા પર Congratulations Neighbors ખૂબ જ ટ્રેન્ડ થયું હતું.

પાકિસ્તાનને ભારત સાથે ગમે તેટલી દુશ્મની હોય, પરંતુ આ સફળતા પછી પાકિસ્તાનીઓ પણ ભારતને અભિનંદન આપવાથી પાછળ રહ્યા નહોતા. તે તસવીરો શેર કરીને જણાવી રહ્યા છે કે આજે પાકિસ્તાન ક્યાં છે અને ભારત ક્યાં પહોંચી ગયું છે. ઉસબાહ મુનેમ નામના યુઝરે કહ્યું હતું કે Congratulations Neighbors , તેમાં કોઈ શંકા નથી કે તમે ટેક્નોલોજીના ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામ કરી રહ્યા છો.

યાસિર ખાન નામના યુઝરે કહ્યું હતું, અલ્લાહ કોઈ સમુદાયની સ્થિતિ ત્યાં સુધી બદલતા નથી જ્યાં સુધી તે પોતાની જાતને બદલે નહીં. Congratulations Neighbors. મોટી સિદ્ધિ. હસીબ અહેમદે કહ્યું હતું કે ‘પાકિસ્તાનીઓ તેમના મતભેદો ભૂલી ગયા છે. Congratulations Neighborsની સાથે પાકિસ્તાનમાં પણ Congratulations Indiaનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે.

ભારતે બતાવી દીધું છે કે તમામ મુશ્કેલીઓ વચ્ચે પણ જાે તમારી પાસે સાચા લોકો હોય તો કશું જ અશક્ય નથી. આમિર અવાને લખ્યું કે ‘એક પાકિસ્તાની તરીકે હું માનું છું કે ભારત આર્થિક રીતે આપણાથી ઘણું આગળ છે અને આજે ભારતની પ્રશંસા થવી જાેઈએ. ભારતને અભિનંદન.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.