Western Times News

Gujarati News

પાકિસ્તાનીઓ નહીં સુધરે, છેતરપિંડી કરીને પકડ્યો કેચ

નવી દિલ્હી, કુસલ મેન્ડિસે પાકિસ્તાન સામે શાનદાર સદી રમી હતી. કુસલ મેન્ડિસે ૭૭ બોલમાં ૧૨૨ રન બનાવ્યા હતા. આ વિકેટકીપર બેટ્‌સમેને પોતાની ઇનિંગમાં ૧૪ ફોર અને ૬ સિક્સર ફટકારી હતી.

પરંતુ કુસલ મેન્ડિસ જે રીતે પેવેલિયન પરત ફર્યો તે સોશિયલ મીડિયા પર સતત ચર્ચાનો વિષય બની રહ્યો છે. વાસ્તવમાં ઈમામ ઉલ હકે હસન અલીના બોલ પર કુસલ મેન્ડિસનો કેચ પકડ્યો હતો. ઈમામ ઉલ હકે બાઉન્ડ્રી નજીક કુસલ મેન્ડિસનો કેચ લીધો હતો. પરંતુ સોશિયલ મીડિયા પર ચાહકોનું કહેવું છે કે ઈમામ ઉલ હકે ક્લીન કેચ નથી પકડ્યો.

સોશિયલ મીડિયા યુઝર્સ પાકિસ્તાની ટીમ અને ઈમામ ઉલ હક પર છેતરપિંડીનો આરોપ લગાવી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સનું માનવું છે કે કુસલ મેન્ડિસ નોટ આઉટ હતો. પરંતુ ઇમામ ઉલ હક અને પાકિસ્તાની ક્રિકેટ ટીમના ખેલાડીઓએ છેતરપિંડી કરી હતી. જાે કે હવે સોશિયલ મીડિયા યુઝર્સ બાબર આઝમની ટીમની ટીકા કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા યુઝર્સ સતત કોમેન્ટ કરીને પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. પાકિસ્તાને ર્ંડ્ઢૈં વર્લ્ડ કપમાં શ્રીલંકા સામે જીતનો સિલસિલો યથાવત રાખ્યો છે. પાકિસ્તાની ટીમ વર્લ્ડ કપમાં શ્રીલંકા સામે ક્યારેય હારી નથી, હૈદરાબાદમાં રમાયેલી મેચમાં પણ પાકિસ્તાને આ રેકોર્ડ જાળવી રાખ્યો હતો.

રનનો પીછો કરતી વખતે મોહમ્મદ રિઝવાન અને અબ્દુલ્લા શફીકે સદીની ઇનિંગ્સ રમી જેના કારણે પાકિસ્તાને વર્લ્ડ કપમાં સૌથી મોટા લક્ષ્ય (૩૪૫/૪)નો પીછો કર્યો. રિઝવાને ૯ ચોગ્ગા અને ૩ છગ્ગાની મદદથી ૧૩૪* જ્યારે શફીકે ૧૦ ચોગ્ગા અને ૩ છગ્ગાની મદદથી ૧૧૩ રન બનાવ્યા હતા.

શ્રીલંકા તરફથી મધુશંકાએ ૨ વિકેટ ઝડપી હતી. હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં શ્રીલંકાએ પ્રથમ બેટિંગ કરતા ૫૦ ઓવરમાં ૯ વિકેટે ૩૪૪ રન બનાવ્યા હતા. ટીમ માટે કુસલ મેન્ડિસ અને સદિરા સમરવિક્રમાએ સદી ફટકારી હતી. જાે કે તેની સદી ટીમને જીત અપાવી શકી ન હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.