પાકિસ્તાનમાં 20 રૂપિયામાં 1 ઈંડુ અને 150 રૂપિયે કિલો લોટ
ઈસ્લામાબાદ, આ દિવસોમાં પાકિસ્તાનમાં આર્થિક સંકટના કારણે સામાન્ય લોકોનું જીવન મુશ્કેલીમાં છે. અહીં રોજેરોજ વધતી મોંઘવારીને કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પાકિસ્તાનના લોકો રોજગારીની ઓછી તકો અને મોંઘવારીને કારણે બે બાજુ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
તાજેતરમાં પાકિસ્તાનના આંકડાકીય બ્યુરોએ આંકડા જાહેર કર્યા છે, જેમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. પીબીએસએ સેન્સિટિવ પ્રાઈસ ઈન્ડિકેટરનો રિપોર્ટ જાહેર કર્યો છે, જે મુજબ ૨૨ માર્ચે પૂરા થતા છેલ્લા સપ્તાહમાં વાર્ષિક ધોરણે ફુગાવાનો દર ૪૭ ટકા નોંધાયો છે. Pakistan’s inflation hits 46.65 percent
તમને જણાવી દઈએ કે પાકિસ્તાનમાં ડુંગળીની કિંમતમાં ૨૨૮.૨૮ ટકા, ઘઉંના લોટમાં ૧૨૦.૬૬ ટકા (અંદાજે ૧૫૦ રૂપિયા પ્રતિ કિલો), સિગારેટ ૧૬૫.૮૮ ટકા, ગેસ ૧૦૮.૩૮ ટકા અને લિપ્ટન ચાની કિંમતમાં ૯૪.૬૦ ટકાનો વધારો થયો છે. અહેવાલો અનુસાર, ૫૧ વસ્તુઓને ટ્રેક કરતી વખતે જાણવા મળ્યું કે
ડીઝલ અને પેટ્રોલના ભાવમાં ૧૦૨.૮૪ અને ૮૧.૧૭ ટકાનો વધારો થયો છે, જ્યારે કેળા અને ઇંડાના ભાવમાં ૮૯.૮૪ ટકા અને ૭૯.૫૬ ટકા (લગભગ રૂ. ૨૩૫ પ્રતિ ડઝન)નો વધારો થયો છે.
રિપોર્ટ અનુસાર, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ સંસ્થાના એક અધિકારીએ કહ્યું છે કે પાકિસ્તાન સાથે તેમનો કરાર લાંબા સમયથી પેન્ડિંગ છે, જ્યારે આઇએમએફ દ્વારા આપવામાં આવતા ઇંધણની કિંમતનો મુદ્દો ઉકેલાઈ જશે, ત્યારે કરાર પર હસ્તાક્ષર કરવામાં આવશે.
જણાવી દઈએ કે પાકિસ્તાન અને આઇએમએફ વચ્ચે ૧.૧ બિલિયન ડોલરની લોન માટે વાતચીત કરી રહ્યા છે. પાકિસ્તાનને તેની આર્થિક સ્થિતિ સંભાળવા માટે આ લોનની ખૂબ જ જરૂર છે. પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે જાહેરાત કરી હતી કે તેઓ સમૃદ્ધ ગ્રાહકો પાસેથી તેલની વધેલી કિંમતો વસૂલશે. અહીંથી જે રકમ એકઠી કરવામાં આવશે, તેનો ઉપયોગ તે ગરીબોને ભાવમાં સબસિડી આપવા માટે કરશે.
પાકિસ્તાનના પેટ્રોલિયમ મંત્રી મુસાદિક મલિકે કહ્યું કે તેમની સરકારને ઈંધણની કિંમત નિર્ધારણ યોજના પર કામ કરવા માટે છ અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે. પાકિસ્તાન સરકાર આઇએમએફ કરારને વહેલી તકે લાગુ કરવા માંગે છે. દેશનો સામાન્ય માણસ પાયાની જરૂરિયાતોની વસ્તુઓ માટે પરેશાન થઈ રહ્યો છે.
પાકિસ્તાનની રાજ્ય સરકારોએ ગરીબીના સમયમાં ગરીબોને લોટની થેલીઓનું વિતરણ કરવાની જાહેરાત કરી છે. જાેકે, સરકારી દુકાનો જ્યાં લોટની થેલીઓ વહેંચવામાં આવી રહી છે, ત્યાંથી નાસભાગના અહેવાલો પણ આવી રહ્યા છે.