દિલ્હી અને પંજાબમાં સીરિયલ બ્લાસ્ટ કરવાની પાક.ની યોજના, એલર્ટ જાહેર
નવી દિલ્હી, દેશની ગુપ્તચર એજન્સીઓએ નવા વર્ષમાં મહત્વનું આતંકવાદી એલર્ટ જાહેર કર્યું છે. ગુપ્તચર વિભાગને આતંકવાદી હુમલાના કાવતરા અંગે મહત્વની માહિતી મળી છે. એવા ઇનપુટ છે કે દિલ્હી અને પંજાબ પાકિસ્તાની એજન્સી આઈએસઆઈ અને બાંગ્લાદેશના આતંકવાદીઓના નિશાના પર છે.
ગુપ્તચર એજન્સીઓને ઈનપુટ મળ્યા છે કે પાકિસ્તાનમાં હાજર આઈએસઆઈ અને ઈસ્લામિક ટેરર ઓર્ગેનાઈઝેશન ભારતમાં શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ કરવાની યોજના બનાવી રહ્યા છે.
ઈન્ટેલિજન્સ વિભાગના જણાવ્યા અનુસાર ઈસ્લામિક આતંકી સંગઠનો બાંગ્લાદેશની મદદથી ભારતમાં આતંકી હુમલા કરવાની યોજના બનાવી રહ્યા છે.ઇનપુટ અનુસાર, બાંગ્લાદેશ અને પીકેઓ સ્થિત આતંકી તત્વો ભારતના મોટા શહેરોને નિશાન બનાવવાની યોજના બનાવી રહ્યા છે.
બાંગ્લાદેશના આતંકવાદી સંગઠનો પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના આતંકવાદી સંગઠનો સાથે મળીને નવી દિલ્હી, પંજાબ અને મેટ્રો શહેરોના વ્યસ્ત વિસ્તારોને નિશાન બનાવી શકે છે.ગુપ્તચર વિભાગના આ મહત્વપૂર્ણ એલર્ટ બાદ દેશની તમામ ગુપ્તચર એજન્સીઓને પણ એલર્ટ કરી દેવામાં આવી છે. દિલ્હી અને પંજાબ પર વિશેષ ધ્યાન રાખવા માટે કહેવામાં આવ્યું છે.
નોંધનીય છે કે, આ પહેલા ડિસેમ્બર ૨૦૨૪માં ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ ભારતને ધમકી આપી હતી. તેણે એક વીડિયો જાહેર કરીને મહાકુંભને નિશાન બનાવવાની ધમકી આપી હતી.મહત્વનું છે કે, થોડા દિવસો પહેલા આસામ, કેરળ અને પશ્ચિમ બંગાળની સ્પેશિયલ ટાસ્ક ફોર્સે આતંકી મોડ્યુલનો પર્દાફાશ કર્યાે હતો. જેમાં ૧૨ આતંકવાદીઓ ઝડપાયા હતા, જેમાંથી એક બાંગ્લાદેશી પણ હતો.SS1MS