પાકિસ્તાન સરકારનું ટિ્વટર એકાઉન્ટ ભારતમાં ત્રીજી વખત બ્લોક કર્યું
નવી દિલ્હી, મોટી કાર્યવાહી કરતા ટિ્વટરે ભારતમાં પાકિસ્તાન સરકારનું એકાઉન્ટ બ્લોક કરી દીધું છે. ટિ્વટર પર જારી કરવામાં આવેલી નોટિસ અનુસાર, પાકિસ્તાન સરકારનું એકાઉન્ટ કાયદાની માંગ પર બંધ કરવામાં આવ્યું છે. Pakistan’s Twitter account has been banned in India for the third time
રોઇટર્સના અહેવાલ મુજબ પાકિસ્તાન સરકારનું ટિ્વટર એકાઉન્ટ અન્ય દેશો જેવા કે અમેરિકા, કેનેડા વગેરેમાં સક્રિય છે. હજુ સુધી આ મામલે ભારત કે પાકિસ્તાનના ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રીઓ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.
પાકિસ્તાન સરકારનું ટિ્વટર એકાઉન્ટ ખોલવા પર, ત્યાં લખવામાં આવ્યું છે, “ભારતમાં પાકિસ્તાન સરકારનું ટિ્વટર એકાઉન્ટ ભારતમાં કાયદાની માંગના જવાબમાં સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. અહેવાલ મુજબ, આ ત્રીજી વખત છે જ્યારે પાકિસ્તાનના ટિ્વટર એકાઉન્ટને ભારતમાં જાેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
અગાઉ જુલાઈ ૨૦૨૨ માં, પાકિસ્તાન સરકારના ટિ્વટર એકાઉન્ટને ભારતમાં પ્રતિબંધિત કરવામાં આવ્યું હતું, જાેકે પછીથી તે ફરીથી દેખાવા લાગ્યું હતું. ગયા વર્ષે જૂનમાં, ટિ્વટર ઈન્ડિયાએ ભારતમાં સંયુક્ત રાષ્ટ્ર, તુર્કી, ઈરાન અને ઈજિપ્તમાં પાકિસ્તાની દૂતાવાસોના સત્તાવાર ટિ્વટર એકાઉન્ટ્સને બ્લોક કરી દીધા હતા.
આ સાથે ભારતે ભારત વિરોધી નકલી માહિતી ફેલાવવા બદલ પાકિસ્તાનથી ચાલતી ઘણી યુટ્યુબ ચેનલો અને ફેસબુક એકાઉન્ટ પર પણ પ્રતિબંધ લગાવી દીધો હતો.SS1MS