પાલનપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે 5000 હજાર તિરંગાઓનું વિતરણ કરાયુ
ભારતભરમાં આઝાદીકા અમૃત મહોત્સવની ઉજવણી કરવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ અને મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા આજાદી કા અમૃત મહોત્સવ ની ઉજવણી અંતરગત હર ઘર તિરંગા અભિયાનમાં આજરોજ બનાસકાંઠા ભાજપ દ્વારા જિલ્લા કાર્યાલય પાલનપુર ખાતે 5000 તિરંગાનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.
વહેલી સવારથી જિલ્લા કાર્યાલય ખાતે લોકોની તિરંગા લેવા ભીડ એકત્ર થઇ હતી. જેમાં જિલ્લા અધ્યક્ષ ગુમાનસિંહ ચૌહાણ અને મહામંત્રી ડાહ્યાભાઇ પીલીયાતર, શહેર પ્રમુખ દિનેશભાઇ પટેલ, જિલ્લા કારોબારી સદસ્ય દલપતભાઇ બારોટ દ્વારા નામ અને નંબર નોધણી કરી સાંજ સુધીમાં 5000 તિરંગાઓનું વિતરણ કરાયુ હતુ.
ભાજપ કાર્યાલય ખાતે લોકો તિરંગા લેવા માટે ખુબ મોટી ભીડ જોવા મળતા લોકો હર ઘર તિરંગા લહેરાવવા માટેનો ઉત્સાહ જોવા મળ્યો હતો.(પ્રેસ નોટ ફોટો-ભગવાનભાઈ સોની.પાલનપુર)