Western Times News

Gujarati News

પાલનપુરના બાળ કલાકારો દ્વારા માટીમાંથી ગણપતિની મુર્તિઓનું નિર્માણ કર્યુ

(તસ્વીરઃ ભગવાનભાઈ સોની,પાલનપુર) જ્યારે આપણે આપણા હાથથી માટીનાં ગણપતિ બનાવીશું તો મૂર્તિ સાથે આપણી લાગણી અને સ્નેહનો સંબંધ સ્થાપિત થશે.આ જ ગણપતિની સાચી સ્થાપના છે. બાળકોના હાથે માટીનાં ગણેશજી બનાવડાવીશું તો ગણેશજીને જન્મોત્સવ પર આનાથી વધુ સ્નેહભર્યું આમંત્રણ બીજું શું હશે…!

આવા શુભ વિચારને સાર્થક કરતા પાલનપુરના સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ સંચાલિત સ્વસ્તિક આર્ટ એકેડમીના ડ્રોઇંગ વિભાગનાં બાળ કલાકારોને ગણેશજીની માટીની મૂર્તિ બનાવવાનો સેમિનાર યોજાયો હતો.બાળકોએ હર્ષભેર બનાવેલ માટીની મૂર્તિને બાળકો આવનાર ગણેશ ચતુર્થી ના દિવસે પોતાના ઘરે સ્થાપન સાથે પૂજન કરશે અને એક ડગલું સંસ્કૃતિ થી પ્રકૃતિ તરફ માંડશે.

આ વિશેષ કાર્યમાં સંસ્થાના પ્રમુખ રમેશભાઇ પટેલની પ્રેરણા થી સ્વસ્તિક આર્ટ એકેડમીના કો-ઓર્ડિનેટર નયન ચત્રારિયાની સૂચના હેઠળ કલા તજજ્ઞ મનિષાબેન સોંદરવા સાથે કલાશિક્ષક મહેશભાઇ જાદવ,જયેશ વાગડોદા તથા પાર્થભાઇ જાદવ દ્વારા બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.