કંથેરિયા હનુમાન રોડ પર પત્થર કાંકરા પાથરતી પાલનપુર નગર પાલિકા
(તસ્વીરઃ ભગવાનભાઈ સોની,પાલનપુર) આરાસુરી માં અંબા ને માના ભક્તો ચાલતા જતા હોય ત્યારે કેટ કેટલાય સેવાભાવી લોકો દ્વારા મફત સેવા કેમ્પ બનાવવા માં આવી રહ્યા છે ત્યારે પાલનપુર નગર પાલિકા દ્વારા અંબાજી જતા રોડ ને સફાઈ કરવો તો એક બાજુ રહ્યો પણ રોડ નું કામ કેટલાય દિવસ થી ચાલુ કરી પતાવવામાં નથી આવતું
જેના કારણે પદ યાત્રીઓને ચાલવામાં બહુજ તકલીફો પડી રહેવા પામી છે ત્યારે પાલનપુર નગરપાલિકા સુ માતાજી ના ભકતો ની હાય લેવા માટે આવા રોડ કરી રહી છે, ચાલતા યાત્રાળુઓ ચાલતા હોય ત્યારે પગ માં કાંકરા વાગે તેવા છે ગટર ના ઢાંકણા ખુલ્લા પડ્યા છે
કમાલપુર રોડ પર તો મસ મોટો ખાડો પડેલ છે સુ નગરસેવકો ને દેખાતું નઈ હોય, સમજાતું નઈ હોય. આશા રાખીએ માતાજી સદ બુદ્ધિ આપશે અને તાત્કાલિક ધોરણે જનતા માટે તો નઈ પન પદ યાત્રીઓ માટે વ્યવસ્થા કરશે.