પાલનપુર વિધાનસભા BJPનો નૂતન વર્ષ નિમિતે સ્નેહ મિલન સમારોહ યોજાયો

લોકસભાની ચૂંટણીમા ભાજપના ઉમેદવારને પાંચ લાખની લીડથી વિજય બનાવવાનો સંકલ્પ કરાયો
(તસ્વીરઃ ભગવાનભાઈ સોની,પાલનપુર) પાલનપુર ખાતે ભાજપ દ્વારા પાલનપુર વિધાનસભા મત વિસ્તારના આગેવાનો અને કાર્યકરોનો નૂતન વર્ષ નિમિતે સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો જેમાં પ્રદેશ ભાજપ ઉપાધ્યાક્ષ અને જિલ્લા પ્રભારી જયંતિભાઈ કવાડિયા સાથે જિલ્લા, તાલુકા અને શહેર ભાજપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને એક બીજાને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી અને આગામી લોકસભાની ચૂંટણીમાં ફરી એક વાર આપણા યાશયશવી વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીને દેશની સુકાન સોંપવાનો સંકલ્પ કર્યો હતો.
પાલનપુરમાં અમદાવાદ હાઇવે પરના એક પાર્ટી પ્લોટમાં ભાજપ દ્વારા પાલનપુર વિધાનસભા મત વિસ્તારના આગેવાનો અને કાર્યકરોનો નૂતન વર્ષ નિમિતે સ્નેહ મિલન યોજવામાં આવ્યું હતું જેમા પ્રદેશ ભાજપ ઉપાધ્યાક્ષ અને જિલ્લા ભાજપ પ્રભારી જયંતિભાઈ કવાડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, સાંસદ પરબતભાઇ પટેલ, પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર,
ડીસા ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચોધરી, જિલ્લા ભાજપ મહામંત્રી કનુભાઈ વ્યાસ, સંજયભાઈ બ્રહ્મભટ્ટ, શ્રેયાંશભાઈ પ્રજાપતિ,પાલનપુર નગરપાલિકા પ્રમુખ ચીમનલાલ સોલંકી, શહેર ભાજપ પ્રમુખ દલપતભાઈ બારોટ, તાલુકા ભાજપ પ્રમુખ મોતીભાઈ પાળજા સાથે શહેર, તાલુકા ભાજપના હોદ્દેદારો તેમજ વિશાળ સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા
આ સ્નેહ મિલન સમારોહ આગામી ૨૦૨૪ ની લોકસભા ચૂંટણીમા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ફરી એક વાર વડાપ્રધાન બનાવવા અને બનાસકાંઠા બેઠક પર ભાજપના ઉમેદવારને પાંચ લાખની લીડથી વિજેતા બનાવવાનો સંકલ્પ કરાયો હતો તેમજ દરેક આગેવાનોએ અને કાર્યકરોને નૂતન વર્ષની શુભેચ્છાઓની આપલે કરી હતી.