પાલનપુરમાં સર્વ હિન્દુ સમાજ સમુહ લગ્ન સમિતિ દ્વારા માવતર વગરની પ૧ દીકરીઓનાં લગ્ન યોજાયા

ઘરવખરીની ૧૩૩ વસ્તુઓ આપવામાં આવીઃ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં અગ્રણીઓ હાજર રહ્યા
પાલનપુર, પાલનપુરમાં રામપુરા ચાર રસ્તા નજીકના મેદાનમાં સર્વહિન્દુ સમાજ સમૂહલગ્ન સમિતિ અને સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા ચોથો સમૂહ લગ્નોત્સવ ઉજવાયો હતો. આ પ્રસંગે દાતાઓ દ્વારા દીકરીઓને ઘરવખરીની ૧૩૩ ચીજવસ્તુ અને સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા ચોથો સમૂહ લગ્નોત્સવ ઉજવાયો હતો જેમાં માતા-પિતા વિનાની એકાવન દીકરીઓએ પ્રભુતામાં પગલા પાડયા હતા.
માતા-પિતા વિનાની એકાવદન દીકરીઓના સમૂહલગ્નોત્સવ પ્રસંગે સમિતિના રાકેશભાઈ રાવળ સહિતના સભ્યોએ જહેમત ઉઠાવી હતી. ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકોર સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે યોજાયેલા ભોજન સમારંભમાં વીસ હજારથી વધુ જાનૈયાઓને ભોજન લીધુ હતુ. આ પ્રસંગે જુદા જુદા સ્ટોલ બનાવવામાં આવ્યા હતા. જયાં અયોધ્યામાં ભગવાન શ્રીરામના મંદિરની પ્રતિકૃતિ મૂકવામાં આવી હતી.
લગ્નમાં આવેલા લોકોને વિનામૂલ્યે છોડ અપાયા હતા. દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં જીવદયા ફાઉન્ડેશન દ્વારા પ૧ દીકરીઓને બાજોઠ અને કળશ પિન્કીબેન ખડાલીયા અને જીવદયાપ્રેમી ઠાકોરદાસ ખત્રીના હસ્તે આપવામાં આવી હતી.
વિહોતર ગૃપ ઓફ ગુજરાતના પ્રમુખ જીવરાજભાઈ આલ દ્વારા જીવદયા ફાઉન્ડેશનના ઠાકોરદાસ ખત્રી અને પિન્કીબેન ખડાલીયાનું સન્માન કરવા આવ્યું તથા જીવદયા ફાઉન્ડેશન દ્વારા પ૧ દીકરીઓને વિવિધ વસ્તુઓ આપવામાં આવી હતી.