Western Times News

Gujarati News

પાલેજ પોલીસે 200 કિલો ગૌમાંસ સાથે ત્રણને ઝડપી પાડયા

૨૫,૮૭૦ નો મુદ્દામાલ કબ્જે કરી અન્ય વોન્ટેડ એક ને ઝડપી પડવાની તજવીજ

(પ્રતિનિધી) ભરૂચ, ભરૂચના ટંકારીયા ગામના બંધ બંગલાની પાછળ જંગલી બાવળની ઝાડની ઓથ માંથી ૨૦૦ કીલો ગૌવંશ માંસ સાથે ત્રણ આરોપીઓને પોલીસે ઝડપી પાડી ત્રણેય આરોપીઓ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથધરી વધુ તપાસ હાથધરી હતી.

ભરૂચ જીલ્લા એસપી મયુર ચાવડાએ જીલ્લામાં ગૌવંશ તથા કતલ અંગેની રજુઆતો મળી હોય જીલ્લાના દરેક અધિકારીઓને ગૌવંશની તસ્કરી તથા કતલની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવતા ઈસમો વિરૂધ્ધ કડક હાથે કાર્યવાહી કરવા આદેશ આપ્યા હતા.

જે અનુસંધાને પાલેજના પીઆઈ એસ.એમ.દેસાઈ અને તેમની ટીમ પાલેજ ટાઉનમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન માહિતી મળી હતી કે ટંકારીયા ગામમાં બાબરીયા કોલોનીમાં રહેતો અલ્તાફ યુનુસ બાબરીયા એક બંધ બંગલાની પાછળનાં ભાગે ખુલ્લી જગ્યામાં જંગલી બાવળોની ઝાળીની ઓથમાં ગૌવંશ જેવા પશુનુ કટીંગ કરે છે.

જેથી પાલેજ પોલીસે તાત્કાલિક માહિતીવાળા સ્થળે તપાસ કરી રેઈડ કરતા અલ્તાફ યુનુસ બાબરીયા,જાવીદ ઈસ્માઈલ ઝીણાને ઝડપી પાડ્યો હતો.
પોલીસે સ્થળ પર જ વેટરનરી ડોકટરને બોલાવી પ્રાથમિક અભિપ્રાય મેળવતા આ માસ ગૌવંશ હોવાનુ જણાતા ૨૦૦ કિલો ગૌવંશ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા.જ્યારે એક વોન્ટેડ આરોપી ઈકબાલ વલી બાબીયેટને ઝડપી પાડયો

હતો. પોલીસે સ્થળ પરથી માંસ કટીંગ કરવાના સાધનો,ઈલેક્ટ્રીક વજન કાંટો સહીત તથા આરોપીઓની અંગ ઝડતીમાંથી રોકડા રૂપિયા,મોબાઈલ મળી કુલ મુદ્દામાલ કિં.રૂ.૨૫,૮૭૦ નો કબ્જે કર્યો હતો અને વધુ એક વોન્ટેડ આરોપી ઈમરાન હક્કા ઉમટાને ઝડપી પાડવાની તજવીજ હાથધરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.