રૂ.૧૧.૪૧ કરોડના ખર્ચે ઈખર-પાલેજનો રોડ રિસરફેસિંગ કરાશે

(પ્રતિનિધિ) ભરૂચ, આમોદ તાલુકાના સરભાણ ગામે આજ રોજ ધારાસભ્યના હસ્તે ૧૧.૪૧ કરોડના ખર્ચે પ્લાસ્ટિક વેસ્ટમાંથી બનતા ૧૪.૭૦ કિલોમીટર સરભાણ થી પાલેજ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતું.
જેમાં મોટી સંખ્યામાં ગામના સરપંચો,આગેવાનો તેમજ ભાજપાનાં હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. સરભાણ થી પાલેજ જતો રસ્તો ઘણા સમયથી બિસ્માર હાલતમાં હતો.જે અંગે આસપાસના ગામલોકોએ ધારાસભ્ય ડી.કે. સ્વામીને રજુઆત કરી હતી.ત્યારે ધારાસભ્ય ડી.કે.સ્વામીએ ગામલોકોની રજુઆતને ઘ્યાનમાં લઇ સરકારમાં રજુઆત કરતા રાજ્ય સરકાર દ્વારા સરભાણ થી ઇખર – પાલેજ સુધીના ૧૪.૭૦ કિલોમીટરના રોડને પ્લાસ્ટીક વેસ્ટનો ઉપયોગ કરી બનાવવાની મંજુરી આપી હતી.
જે અંગે ટેન્ડર મંજૂર થઈ જતાં આજ રોજ ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે રોડનું ખાતમુહૂર્ત કરાયું હતું.આ પ્રસંગે આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ, મહામંત્રી હિતેશ પટેલ, પૂર્વ પ્રમુખ વિમલ પટેલ,આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી,આમોદ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ વસંત પ્રજાપતિ,ઓચ્છણ ગામના
આગેવાન કેતન પટેલ,અશોક પટેલ, રોનક પટેલ, વિજય ઠાકોર,જયેશ ઠાકોર,નગરપાલીકા સદસ્ય બીજલ ભરવાડ,તાલુકા ભાજપાનાં હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં આસપાસના ગામના સરપંચો ગામના આગેવાનો અને ભાજપાનાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.