ગાઝા પટ્ટીમાં હમાસ સામે પેલેસ્ટાઇનીઓનો વિદ્રોહ

ગાઝા , ગાઝા પટ્ટીમાં રેર ડેવલપમેન્ટ જોવા મળ્યું છે. હમાસ વિરૂદ્ધ પેલેસ્ટાઇનીઓએ નારાબાજી શરૂ કરી દીધી છે. જેમાં તેઓ ગર્જે છે. યુદ્ધ બંધ કરો અમારે મરવું નથી.
અમારાં બાળકોનું રક્ત કૈ સસ્તું નથી. સત્તર, સત્તર મહિનાથી ગાઝા પટ્ટી ઉપર એક હથ્થુ શાસન કરી રહેલાં હમાસે હજી સુધી તમામ વિદ્રોહને દબાવે જ રાખ્યો હતો. પરંતુ ગઇકાલે અચાનક જેમ જ્વાળામુખી ફાટે તેમ જનવિદ્રોહ હમાસ વિરૂદ્ધ ફાટી નીકળ્યો હતો.
સમગ્ર ગાઝા પટ્ટીમાં ઠેર ઠેર પેલેસ્ટાઇનીઓ યુદ્ધ બંધ કરો અમારે આવું નથી. અમારાં બાળકોનું રક્ત કૈ સસ્તુ નથી. તેવાં પ્લેકાર્ડઝ સાથે નારા લગાવી રહ્યા છે.યુદ્ધ અંગે તેઓએ કહેતા હતા કે અમે બોરીંગથી, મૃત્યુઓથી અને વિસ્થાપનોથી થાક્યાં છીએ.
આ વિપ્લવનું નેતૃત્વ લેનાર બૈત લાહીયાના વતની અમ્માર હસને કહ્યું હતું કે શહેરમાં આ વિરોધ તો પહેલાં મુઠ્ઠીભર માણસોએ કાઢેલાં ઝુલુસથી શરૂ થયો હતો, પરંતુ ધીમે ધીમે તેમાં અન્ય પેલેસ્ટાનીઓ જોડાતાં જુલુસ ૨,૦૦૦ સુધી પહોંચી ગયો, તે સર્વે હમાસ વિરૂદ્ધ નારા લગાવવા માંડયા.ગાઝા પટ્ટીમાં યુદ્ધ વિરામ પૂરો થાય તે સાથે ઇઝરાયલે ઉપરા ઉપરી એરસ્ટ્રાઈક્સ શરૂ કરી દીધી હતી.
તેથી સેંકડોનાં મૃત્યુ થયાં છે. આ પૂર્વે આ મહિનાના પ્રારંભે ઇઝરાયેલ ગાઝા પટ્ટીમાં રહેલા આશરે ૨૦ લાખ પેલેસ્ટાઇનીને પહોંચાડાતી ખાદ્ય પદાર્થાે ઇંધણ અને માનવીય સહાય અટકાવી દીધી હતી. સાથે તેણે જણાવ્યું હતું કે હમાસ જ્યાં સુધી હજીપણ તેણે બંદી રાખેલા ૫૯ અપહૃતોને નહીં છોડે ત્યાં સુધી યુદ્ધ ચાલુ જ રહેશે.
સાથે તેણે હમાસને શસ્ત્રો મુકી તેમના નેતાઓને દેશવટો આપવા પણ જણાવી દીધું છે.આ સામે હમાસે કહ્યું છે કે તે તેના બાકીના બંદીઓનો તો જ છોડશે કે જો ઇઝરાયલ તેણે બંદીવાન બનાવેલા પેલેસ્ટાઇનીઓનો છોડે, ઇઝરાયલ ગાઝામાંથી ખસી જાય અને લાંબા સમયનો યુદ્ધ વિરામ કરવામાં આવે.તે સર્વવિદિત છે કે હમાસે ઓક્ટો. ૨૦૨૩માં દક્ષિણ ઇઝરાયલમાં ચાલતા એક યહૂદી ઉત્સવ સમયે રાત્રે ઓચિંતો હુમલો કરી આશરે ૧૨૦૦ જેટલા યહુદીઓ તથા કેટલાક વિદેશીઓને મારી નાખ્યા હતા અને ૨૫૧ જેટલાનાં અપહરણ કર્યા જેમાં મોટાભાગે યુવતીઓ હતી.
કેટલાંયે બાળકો પણ હતાં.તે પછી ઇઝરાયલે કરેલા વળતા હુમલામાં ૫૦,૦૦૦ જેટલા પેલેસ્ટાઇનીઓ (હમાસ સહિત) મારી નાખ્યા છે. આ માહિતી પેલેસ્ટાઇની આરોગ્ય મંત્રાલયે જ આપી હતી. જો કે તેમાં કેટલા નાગરિકો અને કેટલા વિપ્લવીઓ (હમાસ) માર્યા ગયા હતા. તે જણાવ્યું ન હતું.SS1MS