Western Times News

Gujarati News

પાલિતાણામાં દબાણો દૂર કરવામાં નડતું રાજકીય ગ્રહણ

File

લારી,ગલ્લા દૂર કરી સંતોષ માનતી નગરપાલિકાને ગેરકાયદે બાંધકામો નજરે પડતાં નથી

પાલીતાણા, પવીત્ર તીર્થ નગરી પાલીતાણામાં સરકારી કરોરડો રૂપિયાની લાખો ફૂટ જાહેર જમીનો પર થયેલા ગેરકાયદેસર દબાણ દૂર કરવા સ્થાનીક તંંત્ર ટુંકું પડે છે. માત્રને માત્ર અવારનવાર નોટીસ સિવાય કોઈ કાર્યવાહી થતી જોવા મળતી નથી. પરીણામે વિકાસ કરતા પાલીતાણા શહેરના જાહેર રોડ અને તળેટી વિસ્તારમાં દબાણોને વિવાદ યથાવત રહયો છે.

આવા દબાણો દુર કરવા ઉચ્ચ તંત્ર સ્થાનીક તંત્રને એકાદ વર્ષથી હુક કરવામાં આવ્યો છે. પણ સ્થાનીક તંત્રના અધિકારીઓની હિંમત ચાલતી નથી.દબાણો દુર કરાવી શકવામાં અશકિતમાન રહયા છે.

યાત્રાધામ પાલીતાણામાં અધિકારીઓને રાજકીય ગ્રહણ નડતું હોય તેમ તંત્રર વાહકોની નજર સામે જ ગેરકાયદે દબાણો અને ગેરકાયદે બાંધકામોનું દુષણ દિન પ્રતીદીન વધી રહયું છે. પાલીતાણાની વ્યવસ્થા સારી બનાવી શહેરીજનો યાત્રીકોને ઉપયોગી થવાને બદલે સ્થાનીક તંત્ર માત્ર અવારનવાર દેખાવ કરવા ખાતર લારી ગલ્લા દુર કરાવી માર્ગ પહોળા કરવાનું નાટક કરે છે. પરંતુ મોટા દબાણો દૂર કરવાની કોઈનામાં હિંમત નથી.

નગરપાલિકાના મુખ્ય અધિકારી પાલીતાણા ડીપી કપાતમાં આવતા કે ટીપી સ્કીમના રસ્તાઓને પહોળા કે ખુલ્લા કરાવી શકતા નથી. રાજકીય દબાણને વશ હોવાથી આગળની કાર્યવાહી માત્રને માત્ર કાગળ પર જ રહી જાય છે. ઉચ્ચ કક્ષાએથી સ્પેશીયલ ઓફીસર દ્વારા પાલીતાણાના જાહેર માર્ગોના તલાટી વિસ્તારમાં કરાયેલા દબાણ તેમજ અન્ય મોટા દબાણો ખુલ્લા કરાવવામાં એક એકશન પ્લાન ઘડાય તેવી આમ પ્રજામાં લાગણી અને માગણી છે.

અત્રે નોધનીય છેકે પાલીતાણામાં આડેધડ મનફાવે તે રીતે કોઈપણ જાતના ડર વગર ગેરકાયદેસર બાંધકામો અને દબાણો વકરતા જાય છે. નદી નાળા વોકળળા ઉપર ગેરકાયદે પાકા બાંધકામો થઈ ગયા છે. આ ઉપરાંત અગાઉ દબાણ તોડી પડાયેલા ત્યાં પણ તંત્રની પ્રેમભાવનાથી ચણતર કામ થઈ ગયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.