સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં રાંધા ગ્રામ પંચાયતને સર્વશ્રેષ્ઠ જાહેર કરાઈ
(પ્રતિનિધિ)સેલવાસ, સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે સિલવાસા જિલ્લા પંચાયતના સભાખંડમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ગાંધીજીના ભજનો અને પ્રાર્થના કરવામાં આવી હતી
ત્યારબાદ સંઘ પ્રદેશની દરેક ગ્રામ પંચાયતો માં સ્વચ્છતા રાખનારા સફાઈ કર્મીઓને પ્રમાણપત્ર આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું તથા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીની દરેક ૨૦ ગ્રામ પંચાયતોમાં વિવિધ પ્રવૃત્તિઓ અને કામગીરી નું નિરીક્ષણ કરવા માટે પ્રશાસન દ્વારા ખાસ ટીમની નિમણૂક કરવામાં આવી હતી
જે ટીમ દ્વારા દરેક પંચાયતોમાં સર્વે કરી પરિણામો જાહેર કર્યા હતા જેમાં ૨૦ પંચાયતોમાંથી પાંચ પંચાયતો અને સર્વશ્રેષ્ઠ જાહેર કરવામાં આવી હતી જેમાં પ્રથમ ક્રમાંકે રાંધા ગ્રામ પંચાયત નું નામ જાહેર કરવામાં આવ્યું હતું. બાકીની ચાર પંચાયતોમાં બીજા ક્રમે દૂધની ગ્રામ પંચાયત ત્રીજા ક્રમે કોંચા ગ્રામ પંચાયત ચોથા ક્રમે ખાનવેલ
ગ્રામ પંચાયત અને પાંચમા ક્રમે સાયલી ગ્રામ પંચાયતના નામ જાહેર કરવામાં આવ્યા હતા. વિજેતા થયેલ ગ્રામ પંચાયતોને જિલ્લા પંચાયત પ્રમુખ દામજીભાઈ ખુરાડા, મુખ્ય કાર્યકારી અધિકારી જિલ્લા પંચાયત ના ડોક્ટર અપૂર્વ શર્મા દ્વારા વિજેતા થયેલ પંચાયતો ને વિકાસ અને આયોજન અધિકારી અને જિલ્લા પંચાયતના સભ્યોની હાજરીમાં જિલ્લા પંચાયત સભાખંડમાં દરેકને પુરસ્કાર આપવામાં આવ્યા હતા.
જેમાં રાંધા ગ્રામ પંચાયતને સમગ્ર દાદરા નગર હવેલી ની ૨૦ પંચાયતોમાંથી પહેલા નંબરે સર્વશ્રેષ્ઠ પંચાયત જાહેર કરવામાં આવતા જિલ્લા પંચાયત પ્રમુખ દામજીભાઈ ખુરાડા તથા જિલ્લા પંચાયતના મુખ્ય કાર્યકારી અધિકારી ડોક્ટર પૂર્વ શર્મા દ્વારા રાંધા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ઉમા બહેન દીપકભાઈ રડીયા
ઉપસરપંચ શ્રી ઝીણાભાઈ કૃષ્ણભાઈ ચૌધરી, જિલ્લા પંચાયત સભ્ય શ્રીમતીસુમિત્રા બહેન મહેશભાઈ બડધા તથા રાંધા ગ્રામ પંચાયતના સેક્રેટરી હરકિશન ભાઈ વિગેરે પંચાયતની ટીમને પુરસ્કાર આપવામાં આવ્યો હતો.