પંચવટી પાંચ રસ્તા નજીક થતાં ટ્રાફિકમાંથી વાહન ચાલકોને કાયમી છુટકારો મળશે
ફ્લાયઓવર લો ગાર્ડન નજીક આવેલી રેડિસન બ્લૂ હોટેલથી શરૂ થશે અને સી એન વિદ્યાલય ઉતરશે
પંચવટી ક્રોસરોડ પર એલ શેપનો ફ્લાયઓવર બનશે
(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં ભારે ટ્રાફિક સર્જાતો હોય તેવા અનેક ક્રોસરોડ પર ફ્લાયઓવર બની રહ્યા છે. છતાં ઘણી જગ્યાએ ટ્રાફિકની સમસ્યાનો કોઈ ઉકેલ નથી આવ્યો. તેના કારણે હવે શહેરમાં ન્આકારનો એક ફ્લાયઓવર બનાવવાનો ર્નિણય લેવાયો છે.
ગુજરાત કોલેજ નજીક L આકારનો ફ્લાય ઓવર બનાવ્યા બાદ હવે પંચવટી સર્કલ પાસે ન્ શેપનો ફ્લાય ઓવર બનાવવામાં આવશે. પંચવટી સર્કલ પાસે જે ફ્લાયઓવર બનશે તે લો ગાર્ડન નજીક આવેલી રેડિસન બ્લૂ હોટેલથી શરૂ થશે અને પંચવટી સર્કલ થઈને ગીતા રાંભિયા સર્કલ તરફ જશે. આ ફ્લાય ઓવર સી એન વિદ્યાલયના ગેટ પાસે ઉતરશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ૨૦૨૩-૨૪ના બજેટમાં આ પ્રોજેક્ટ માટે જાેગવાઈ કરવામાં આવી છે અને પંચવટી ખાતે માત્ર એક જંકશન માટે ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર કરવાનો હતો. પરંતુ હવે પ્લાનમાં ફેરફાર થયો છે અને આ ફ્લાયઓવરને સી એન વિદ્યાલય સુધી લંબાવવામાં આવ્યો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એક અધિકારીએ જણાવ્યું કે નવા ફ્લાયઓવર માટે એક વિગતવાર ટ્રાફિક ફ્લો સ્ટડી કરવામાં આવશે. આ પ્રોજેક્ટના ટીકાકારો કહે છે કે ફ્લાયઓવર બન્યા પછી પણ ટ્રાફિકમાં કોઈ ઘટાડો નહીં થાય અને ગીચતા વધશે.
૨૦૧૧માં સેન્ટ્રલ રોડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટે ૩૪ ટ્રાફિક જંક્શન પર ફ્લાય ઓવર બનાવવા સૂચન આપ્યું હતું અને તેમાં પંચવટીનો સમાવેશ થતો ન હતો. સીઆરઆરઆઈએ પંચવટીના બદલે પરિમલ ગાર્ડન ક્રોસરોડ નજીક ફ્લાયઓવર બનાવવા દરખાસ્ત કરી હતી. અહીં ફ્લાયઓવર બને તો સૌથી વધારે ઉપયોગી સાબિત થાય તેમ છે.
AMC દ્વારા જે ફ્લાયઓવરની દરખાસ્ત કરવામાં આવી હતી તેમાંથી ૧૫ ફ્લાયઓવર અત્યાર સુધીમાં બાંધવામાં આવ્યા છે. એક અધિકારીએ જણાવ્યું કે એસ આકારનો ફ્લાયઓવર સૌથી ઓછો ઉપયોગ કરવામાં આવે છે. ફ્લાયઓવરને મોટા ભાગે એવા લોકો પસંદ કરે છે જેમને આશ્રમ રોડ પર આવવું ન હોય પરંતુ નદીની પેલે પાર જવું હોય.
પંચવટી ફ્લાયઓવર બનાવવાનો પ્લાન નક્કી કરવા અમદાવાદમાં મણિનગર સ્થિત સંસ્થાની મદદ લેવામાં આવી છે.
આ અભ્યાસમાં એવું સૂચન કરવામાં આવ્યું હતું કે લો ગાર્ડનથી આંબાવાડી તરફ જતો એક ફોર લેન ફ્લાયઓવર બનાવવામાં આવે.
પંચવટી ચાર રસ્તા ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હવે માનસી જંકશન, વિસત-ચાંદખેડા જંકશન અને પાંજરાપોળ જંકશન પર પણ ફ્લાયઓવર બનાવવાની યોજના ધરાવે છે. છેલ્લા બે દાયકામાં અમદાવાદના ઝડપી વિકાસના કારણે અહીં વાહનોની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો છે જેના કારણે રસ્તાને પહોળા કરવા છતાં અને અનેક ફ્લાયઓવર બનાવવા છતાં શહેરમાં ટ્રાફિકની સમસ્યાનો કોઈ અંત દેખાતો નથી.