રાજશ્રી પોલીસી કંપની દ્વારા બામલ્લા ખાતે પંચાયત ભવનનુ નિર્માણ કરવામાં આવ્યું

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ), ઝઘડિયા તાલુકાના ઉમરલા નજીક આવેલી રાજશ્રી પોલીફીલ કંપનીનું એક યુનિટ છે.રાજશ્રી પોલીફીલ કંપની દ્વારા ઝઘડિયા તાલુકાના ગામોમાં પાયાની સુવિધા ઉભી કરવામાં સીએસઆર એક્ટિવિટી હેઠળની વિશેષ ગ્રાન્ટનો ઉપયોગ કરી વિકાસના કામો કરવામાં આવે છે. Panchayat Bhavan was constructed at Bamalla by Rajshree Policy Company
આવી જ એક લોક ઉપયોગી કામગીરી રાજશ્રી પોલિફિલ કંપની દ્વારા ઝઘડિયા તાલુકાના બામલ્લા ખાતે કરવામાં આવી છે.બામલ્લા ખાતે કંપની દ્વારા પંચાયત ભવનુ નિર્માણ કરી લોક ઉપયોગ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે.
આ પંચાયત ભવનનો ઉપયોગ ગ્રામજનોના પંચાયતી વહીવટ સરકારી કાર્યક્રમો ગ્રામસભા વગેરે માટે ખૂબ જ ઉપયોગી નિવડશે, પંચાયત ભવનનું ઉદ્ઘાટન સેન્ચ્યુરી એન્કા લિમિટેડ (યુનિટ રાજશ્રી પોલીફીલ) કંપનીના આસિસ્ટન્ટ વાઈસ પ્રેસિડેન્ટ સંજય અગ્રવાલ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રાજશ્રી પોલીફીલ કંપનીના કર્મચારીઓ બામલ્લા ગામના વડીલ નગીનભાઈ વસાવા તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.