Western Times News

Gujarati News

પંચાયત વિભાગના આરોગ્ય સેવાના કર્મચારીઓ આંદોલનના માર્ગે

(પ્રતિનિધિ)ગાંધીનગર, રાજ્યના પંચાયત વિભાગના આરોગ્ય સેવાના કર્મચારીઓ પોતાની પડતર માગણીને લઈને આજે પણ અલગ રહ્યા છે એટલું જ નહીં રાજ્ય સરકાર સંપૂર્ણ માગણીઓ નહીં સંતોષે અને તેનો વિધિવત ઠરાવ નહીં કરે ત્યાં સુધી પંચાયતના આરોગ્ય સેવાના કર્મચારીઓ ચોક્કસ મુદતની હડતાલ ઉપર રહેશે તેવી સ્પષ્ટ ચિંમકી મંડળના અગ્રણી રજીતસિંહ મોરી એ આપી છે.

રાજ્ય સરકારના પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓની વિવિધ માગણીઓના સમર્થનમાં ગઈકાલે રાજ્ય સરકાર સામે મોરચો માંડ્યો હતો પરિણામે તમામ આંદોલન કાર્યોની પોલીસે ધરપકડ કરી હતી કે આ ઘટનાક્રમબાગ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ આરોગ્ય સચિવ આરોગ્ય કમિશનર તેમજ અધિક નિયામક સાથે મહત્વની બેઠક કરી હતી.

જેમાં પ્રશ્નોના નિકાલ કરવા માટે સરકાર દ્વારા ખાસ કમિટીની રચના કરી કર્મચારીઓના પ્રશ્નો હલ કરવા માટે આરોગ્ય મંત્રીએ ર્નિણય કર્યો છે જાે કે આ બાબતની નારાજગી વ્યક્ત કરતા પંચાયતના આરોગ્ય કર્મચારીઓના અગ્રણી રણજીતસિંહ મોરી એ મીડિયા સાથેની વાતચીતમાં થયું કે,

રાજ્ય સરકાર સામે અત્યાર સુધી પડતર માગણીઓના સમર્થનમાં ચોથા તબક્કાની આ હડતાલ ચાલી રહી છે જેમાં અમારો મુખ્ય મુદ્દો ૪૨૦૦ ગ્રેડ પે તેમજ ૧૩૦ દિવસની જાહેર રજા ની કામગીરી નું ભથ્થું મુખ્ય માંગણીઓ છે ત્યારે સરકારે આ બાબતે માત્ર બે માગણીઓમાં હકારાત્મક અભિગમ અપનાવશે.

જેમ કે રજા પગાર અને કોરોના ભથ્થા અંગે સરકાર ખૂબ જ ઝડપથી ર્નિણય કરવા સહમતિ બતાવી છે પરંતુ અમારી મુખ્ય માગણી ગ્રેડ પે બાબતે રાજય સરકારે કોઈ જ સ્પષ્ટતા કરી નથી. ત્યારે રાજ્ય સરકાર અમારી તમામ માગણીઓના અનુસંધાનમાં વિધિવત રીતે જી.આર નહીં કરે ત્યાં સુધી પંચાયત હસ્તકના તમામ કર્મચારીઓ ચોક્કસ મુદતની હડતાલ ઉપર જવાનો ર્નિણય કર્યો હોવાનું એલાન કર્યું હતું.

આ તબક્કે તેમણે એમ પણ કહ્યું કે રાજ્ય સરકાર અમારા માગણીઓના બાબતમાં જે ઉચ્ચ કમીટી બનાવવાનો ર્નિણય કરી રહી છે.

તેમાં જ્યારે પણ સરકારની કમિટી ર્નિણય કરે ત્યારે તે સમયે અમારા કર્મચારીઓના પાંચ પ્રતિનિધિઓને ફરજિયાત હાજર રાખી અમને સંપૂર્ણ માહિતગાર કરીને પોતાનો આખરી ર્નિણય જાહેર કરે તેવી માંગણી પણ સરકાર સમક્ષ કરવામાં આવી છે કોલેજની છે કે રાજ્ય સરકારે આરોગ્ય કર્મચારીઓના હલ્લાબોલ પછી માત્ર બે જ માગણીઓનો સ્વીકાર કર્યો છે જ્યારે અન્ય માગણીઓ માટે કમિટી બનાવી લોલીપોપ આપી હોવાનું કર્મચારીઓ માની રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.