Western Times News

Gujarati News

પંચમહાલમાં 1.28 કરોડના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો

(પ્રતિનિધિ) ગોધરા, પંચમહાલ જિલ્લામાં સમાવેશ થતા ચાર પોલીસ મથકનો વિદેશી શરાબના જથ્થાનો નાશ કરવામાં આવ્યો જેમાંથી અલગ અલગ પોલીસ સ્ટેશનમાંથી પકડવામાં આવેલ અંદાજે ૧,૨૮,૭૮,૬૫૨ રૂપિયાનો વિદેશી શરાબ નો જથ્થો ગોધરા પ્રાંત અધિકારી મામલતદાર નાયબ મામલતદાર ડીવાયએસપી પીઆઇ સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં વિદેશી શરાબનો જથ્થાનો બુલડોઝર દ્વારા નાશ કરવામાં આવ્યો હતો.

ગોધરા તાલુકા નજીક આવેલા ભેખડીયા ગામે પ્રાંત અધિકારી તેમજ ડીવાયએસપી સહિતના પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ૧ કરોડ ૨૮ લાખના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામા આવ્યો હતો.

પંચમહાલ પોલીસ દ્વારા આજ રોજ ગોધરા નજીક આવેલા ભેખડીયા ગામે ગત સમયગાળા દરમિયાન જિલ્લાના ગોધરા એ અને બી ડિવિઝન, ગોધરા તાલુકા અને કાકણપુર પોલીસ મથક માંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. તે વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

જેમાં પંચમહાલ પોલીસ દ્વારા ગોધરા એ અને બી ડિવિઝન ગોધરા તાલુકા પોલીસ મથક અને કાકણપુર પોલીસ મથક માંથી રૂ.૧, ૨૮,૭૮,૬૫૨ લાખનો વિદેશી દારૂ નો જથ્થો ઝડપી પાડ્‌યો હતો.

જેના ઉપર સરકારી બુલ્ડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.આ સમગ્ર પ્રક્રિયામાં ગોધરા પ્રાંત અધિકારી અને મામલતદાર નાયબ મામલતદાર તેમજ ગોધરા ડી.વાય.એસ.પીની ટીમ ખડેપગે હાજર રહી હતી. ત્યારે જિલ્લામાં પ્રોહીબિશનના અલગ અલગ ગુન્હામાં ઝડપાયેલા વિદેશી દારૂની અંદાજિત ૧૦૨,૩૦૦ જેટલી નાની મોટી પેટીઓનો પોલીસ દ્વારા નાશ કરવામા આવ્યો હતો. જેમાં ગોધરા તાલુકાના ભેખડીયા ગામે પંચમહાલ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.