આ કારણસર આદિવાસી સમાજે પંચમહાલ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું
પંચમહાલ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા જમીનોના પ્રશ્નોને લઈને રેલી સ્વરૂપે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ
(પ્રતિનિધિ) ગોધરા, ગોધરામાં પંચમહાલ જિલ્લાના આદિવાસી સમાજ દ્વારા આજ રોજ વડીલો પાર્જીત જમીનો આદિવાસીઓના નિરક્ષરતા નો લાભ લઇ ૭૩ છછ નાં કાયદામાં જમીનો તબદીલ કરી પચાવી પાડવામાં આવી હોવાના આક્ષેપ સાથે દેશના રાષ્ટ્રપતિ ને ઉદ્દેશીને પંચમહાલ જિલ્લા કલેકટર મારફતે આવેદનપત્ર આપવામાં આવ્યું. આદિવાસી સમાજ દ્વારા રેલી સ્વરૂપે હાથમાં બેનર લઇ પોતાની માંગણીઓ સંદર્ભે જિલ્લા કલેકટર ને રજુઆત કરી.
આદિવાસી અરજદારો ને પોતાની જમીનો પરત આપો, પોતાનો યોગ્ય હક્ક અને ન્યાય આપો.જો તેમ શક્ય નાં હોય તો તમામ આદિવાસી સમાજ ને આત્મહત્યા કે ઈચ્છા મૃત્યુ ની માંગ નો ઉલ્લેખ આવેદનપત્ર માં કરવામા આવ્યો હતો.
આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર પંચમહાલ જિલ્લાના આદિવાસી સમાજને પોતાની વડીલો પાર્જીત જમીનો સરકારની ઉદારવાદી નીતિના કારણે જે તે સમયે નક્કી કરેલી રકમ ચૂકવ્યે થી મળેલી હતી.પરંતુ ત્યારબાદ આદિવાસીની નિરક્ષરતા નો લાભ લઇ ૭૩ છછ નાં કાયદામાં આદિવાસીઓની જમીનો ની તબદીલ કલેકટર ની પૂર્વ પરવાનગી વગર થઈ શકતી નથી.
આ જમીનો ખોટી રીતે તબદીલ થયા બાદ કાયદા ની જોગવાઈઓ મુજબ આદિવાસી સમાજના મૂળ ખેડૂત ને પરત આપવાના બદલે રેવન્યુ અધિકારીઓ એ આવી કેટલીય જમીનો બીન આદિવાસી ને સતા નો દુરુપયોગ કરી આપી દીધી હોવાનો આક્ષેપ પણ સમાજ દ્વારા કરવામાં આવ્યો હતો.જ્યારે આવી જમીનો કાયદા વિરૂદ્ધ જઈ બીન આદિવાસી ને આપી દેવામાં આવી છે
જે મામલે વહીવટી તંત્ર પણ ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે.આ ઉપરાંત કેટલાય કેસો માં તબદીલી માટે આદિવાસી ઇસમો ના ખોટા ઓબીસી નાં દાખલાઓ પંચમહાલ જિલ્લાના અધિકારીઓ દ્વારા બીન આદિવાસી ને બારોબાર આપી દેવામાં આવ્યા છે.ત્યારે પંચમહાલ જિલ્લામાં વહીવટી તંત્ર ને આ મામલે વારંવાર રજુઆત કરવા છતાં કોઈ નક્કર પરિણામ લાવી શક્યા નથી.
જેથી લોકતંત્રની હત્યા કરનાર અધિકારીઓના રાજમાં હવે આદિવાસી સમાજ ને જીવવા જેવું રહ્યું નથી માટે આદિવાસી અરજદારો ને આત્મહત્યા કે ઈચ્છા મૃત્યુ કરવાની પરવાનગી ની માંગ પણ આદિવાસી સમાજ દ્વારા કરવામાં આવી હતી.