પંચમહાલ કોંગ્રેસ દ્રારા પુરતો વીજ પુરવઠો મળી રહે તે માટે આવેદનપત્ર અપાયું
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) પંચમહાલ જિલ્લામાં ચાલુ નિઝન માં વરસાદ ખેંચાતા શરૂઆતમાં ખેડુતો ધારા કરવામાં આવેલ વાવેતર નિષ્ફળ જાય તેવી ભિતિ સેવાઈ રહેલ છે.જિલ્લામા મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં શરૂઆત ના વરસાદે ખેડૂતોએ વરસાદ સહિત વિવિધ પાકોનું વાવેતર કરી દીધેલું પરંતુ છેલ્લા ૧૦/૧૨ દિવસથી વરસાદ વરસ્યો નથી.
વરસાદ સમયસર ન થતાં ખેતીમાં બોર કે કુવા મારફતે પાણી આપીને પાકને જીવિત રાખવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયેલ છે. જિલ્લામાં ગ્રામીણ વિસ્તારોમાં એગ્રીકલ્ચર વીજ લાઈનોમાં અવાર નવાર વારંવાર ફોલ્ડ એક એક કલાક ખેતી માટે ઉપયોગી અને જરૂરી છે.
જિલ્લાની ગ્રામીણ વીજ લાઈનોમાં દરેક ડિવિઝનમાં ખાસ ટીમ દ્વારા વીજ વિક્ષેપ અંગે તાત્કાલિક સમયસર કાર્યવાહી થાય ખેતીક્ષેત્રે સળંગ નિશ્ચિત કલાકોમાં દિવસના સમયમાં વીજ પુરવઠો મળે તે ખૂબ જ જરૂરી છે ચોમાસાની સિઝનમાં હેલ્પર લાઈન મેન કર્મચારીઓને જાેતે ગામની કે વિસ્તારની ચોક્કસ જવાબદારી સોંપવી જરૂરી છે
જેથી તાત્કાલિક વીજ અવરોધ મુશ્કેલીનો ઉકેલ લાવે ઉપરાંત વીજ લાઈન ની એલટી લાઈનો પર સર્વે કરી સમારકામ હાથ ધરવામાં આવે તેવી જરૂરી છે.
વીજ અવરોધ કે મુશ્કેલી વખતે ગ્રાહકને કંટ્રોલ રૂમ ખાતેથી પૂરતો રિસ્પોન્સ મળે અને અકસ્માતો નિવારી શકાય અને ગ્રામ્ય કક્ષાના હેલ્પર કર્મચારીઓ ને પૂરતી સગવડ સાથે મોબાઈલ નંબરો આપી વીજ ગ્રાહકો ખેડૂતોની મુશ્કેલી નિવારવા મધ્ય ગુજરાત વીજ કંપની વિવિધ મુદ્દે અને પ્રશ્ન સક્રિયતાથી કાર્ય કરે
તે માટે પંચમહાલ જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લા પ્રમુખ અજીતસિંહ ભાટીના નેતૃત્વમાં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ ગોધરા સર્કલ ના સુપ્રિટેન્ડન્ટ ઈજાનેર ને આવેદનપત્ર આપી પ્રજાની મુશ્કેલીઓ નિવારવા રજૂઆત કરવામાં આવેલ હતી.
તેમાં ગોધરા ગ્રામ્ય વિસ્તારમાંથી કોંગી આગેવાન પક્ષ પ્રવકતા હિમાંશુ પંડ્યા, દુષ્યંતસિંહ ચૌહાણ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મિકી જાેશેફ, શહેર પ્રમુખ સિદ્દીક ચલાલીવાલા, પરશુરામ શર્મા ,તેમજ કાર્યકરો જાેડાઈ ને રજૂઆત કરેલ હતી…