Western Times News

Gujarati News

શહેરા તાલુકાના ૯૨ ગામોમાં ‘‘નલ સે જલ’’ યોજના નિષ્ફળ

oplus_2

પંચમહાલ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી લેખિત રજુઆત કરાઈ

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) શહેરા તાલુકામાં સરકારની નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચારનાં આક્ષેપ સાથે શહેરા તાલુકાના વિવિધ ગામોની મહિલાઓએ પંચમહાલ જિલ્લા કલેકટર ને આવેદનપત્ર આપી લેખિત રજૂઆત કરી હતી. Panchmahal district of gujarat Nal se jal yojna failed

શહેરા તાલુકાના અલગ અલગ ગામોમાંથી આવેલી મહિલાઓએ ગોધરા ખાતે આવેલી જિલ્લા કલેકટર કચેરી ખાતે પંચમહાલ જિલ્લા કલેકટર ને આવેદનપત્ર સાથે રજુઆત કરતા જણાવ્યું હતુ કે શહેરા તાલુકો પછાત આંતરીયાળ અને ડુંગરાળ વિસ્તાર અને ઉચો ઢોળાવવાળો વિસ્તાર હોય અને પાણીના સ્તર ડુંગરાળ વિસ્તાર હોવાના કારણે ઉંડા છે.

શહેરા તાલુકામાં સરકાર એ બે વર્ષ અગાઉ ”નલ સે જલ’ યોજના વાસ્મો વિભાગ દ્રારા જે કામગીરી શહેરા તાલુકાના અલગ અલગ ગામોમાં કરવામાં આવી હતી.જેમાં મોટા પાયે ભષ્ટ્રાચાર નો આક્ષેપ મહિલાઓએ કર્યો હતો.’ નલ સે જલ’ યોજનાના નાણાં કોન્ટ્રાકટરોએ કામો પૂર્ણ કરેલ ન હોય અને અધિકારીઓ અને કોન્ટ્રાકટરની મેળાપીપણાને કારણે ૮૦ % ઉપરની રકમ કોન્ટ્રાકટરોને ચુકવેલ છે અને શહેરા તાલુકાના કોઈ પણ ગામમાં “નલ સે જલ” યોજના મારફતે પીવાનું પાણી આપવામાં આવતુ નથી.

આ બાબતે નળમાં આવતુ પાણી બતાવીને ફોટા પાડવામાં આવેલ છે. તે પણ ડુપ્લીકેટ ફોટા છે. હાલમાં શહેરા તાલુકામાં લોકો પીવાનું પાણી હેન્ડપંપો દ્રારા મેળવે છે અને સરકાર દ્રારા “નલ સે જલ” યોજનામાં ૧૧૦ કરોડ જેટલી રકમનો ખર્ચ કર્યા હોવા છતાં એક પણ ટીપુ પાણી “નલ સૈ જલ” યોજનામાં મળતું નથી. આમ સરકારની આ યોજના દ્વારા મોટા પ્રમાણમાં નાણાંનો વ્યય થતો જોવા મળે છે.

આ બાબતે અગાઉ પણ તપાસો થયેલ હતી.પરંતુ અધિકારીઓનું પેટનું પાણી પણ હલતુ નથી.શહેરા તાલુકામાં આગામી સમયમાં ઉનાળાની ઋતુ આવતી હોય અને પીવાના પાણીની ગંભીર સમસ્યાઓ ઉભી થવાની હોય આ બાબતે અમો આવેદન પત્ર આપીએ છીએ કે આ “નલ સે જલ” યોજનામાં થયેલ ભષ્ટ્રાચારની તપાસ થાય અને અમોને સરકાર દ્રારા પીવાનું પાણી મળી રહે તેવી અમો આવેદન પત્રના સ્વરૂપમાં માંગણી કરીએ છીએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.