Western Times News

Gujarati News

પંચમહાલમાં ભારે વાવાઝોડાના કારણે અનેક વૃક્ષો- વીજળીના થાંભલા ધરાશયી

(પ્રતિનિધિ) ગોધરા, ગોધરા શહેર સહિત પંચમહાલ જિલ્લામાં સોમવાર ની સાંજે આવેલા વિનાશક વાવાઝોડા એ શહેર, તાલુકા અને જિલ્લામાં ભારે તબાહી સાથે તારાજી સર્જી.

અનેક વૃક્ષો ધરાશાયી,વીજ પોલ અને વીજ થાંભલા નમી જવા પામ્યા.વીજ વાયરો પણ તૂટી જવા પામ્યા.ગોધરા શહેર સહિત જિલ્લામાં ગત રોજ સાંજથી વીજ પુરવઠો ખોરવાયો છે જે હજી સુધી અણનમ રહેવા પામ્યો છે.હજી સુધી મોટા ભાગના પ્રભાવિત વિસ્તારોમાં વીજ સુવિધા ઉપલબ્ધ થઈ શકી નથી.જેના પગલે ગોધરા શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી પુરવઠો ઉપલબ્ધ થઈ શક્યો ના હતો.આ બધી સમસ્યાનો સામનો હાલ તો શહેરીજનો સહિત ગ્રામજનો કરી રહ્યા છે અને હાલાકી ભોગવી રહ્યા છે.

ગોધરામાં લગ્ન ના મંડપો પણ વાવાઝોડા ને પગલે ઉખડી જવા પામ્યા હતા.ખાનગી પાર્ટી પ્લોટમાં લગ્નના મંડપ ઊડી જવા પામ્યા હતા. ગોધરા શહેરમાં અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાના પગલે વૃક્ષો નીચે પાર્ક કરેલા વાહનો નો કચ્ચરઘાણ નીકળ્યો.તો ગોધરા શહેરના બસ સ્ટેન્ડ વિસ્તારમાં લોખંડના ર્હોડિંગ ધરાશાયી થયા.જો કે કોઈ જાનહાનિ નહીં.

હવામાન વિભાગના ધ્વારા ગુજરાત રાજ્યમાં અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં તા.૫ મે થી ૯ મે સુધી ભારે મેઘ ગર્જનાની અને ભારે વરસાદની આગાહી સાથેની ચેતવણી આપવામાં આવી હતી.જે આગાહી મુજબ ગત સોમવારની સંધ્યાએ ભારે વિનાશક સર્જતું વાવાઝોડું ફૂંકાયું હતું.જે વાવાઝોડા એ ભારે તબાહી સાથે તારાજી સર્જી છે.શહેરના અને ગ્રામ્ય વિસ્તારોમાં અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવા પામ્યા છે.

જેમાં ગોધરા શહેરના લાલબાગ ટેકરી મંદિર ખાતે એક વૃક્ષ ધરાશાયી થતા ત્રણ મોટરકારો દબાઈ ગઈ હતી.જેમાં એક કારનો કચ્ચરઘાણ નીકળી જવા પામ્યો હતો.જ્યારે ગોધરા શહેરના ઝુલેલાલ ઘાટ પાસે વૃક્ષ ધરાશાયી થતા વાહનો દબાયા હતા.

ગોધરા શહેરના બસ સ્ટેન્ડ વિસ્તારમાં જાહેરાતના લોખંડના ર્હોડિંગ ઉખડી જવા પામ્યા હતા.જો કે કોઈ જાનહાનિ નહીં.ગોધરા શહેરમાં હાલ લગ્નસરા ની સિઝન ચાલુ હોય જેના પગલે ખાનગી પાર્ટી પ્લોટમાં બાંધવામાં આવેલા લગ્ન મંડપ પણ વાવાઝોડા માં ઉખડી ગયા હતા.વાવાઝોડા ના પગલે અનેક વૃક્ષો ધરાશાયી,વીજ પોલ અને વીજ થાંભલા નમી જવા પામ્યા.

વીજ વાયરો પણ તૂટી જવા પામ્યા.ગોધરા શહેર સહિત જિલ્લામાં ગત રોજ સાંજથી વીજ પુરવઠો ખોરવાયો છે જે હજી સુધી અણનમ રહેવા પામ્યો છે.હજી સુધી મોટા ભાગના પ્રભાવિત વિસ્તારોમાં વીજ સુવિધા ઉપલબ્ધ થઈ શકી નથી.જેના પગલે ગોધરા શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી પુરવઠો ઉપલબ્ધ થઈ શક્યો ના હતો.આ બધી સમસ્યાનો સામનો હાલ તો શહેરીજનો સહિત ગ્રામજનો કરી રહ્યા છે અને હાલાકી ભોગવી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.