પોલીસની સરાહનીય કામગીરીઃ બાળકોને મીઠાઈ અને કપડાની ખરીદી કરાવી
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) પંચમહાલ જિલ્લામાં દિવાળીના પર્વની શરૂઆત થઈ ગઈ છે. વર્ષના છેલ્લા ગણાતા આ તહેવારની ધામધુમથી ઉજવણી સૌ કોઈ કરે છે. જરૂરિયાત મંદ અને ગરીબ પરિવારો ધામધુમથી દિવાળીની ઉજવણી કરી શકે
તે માટે પંચમહાલ પોલીસ દ્વારા કપડા અને મીઠાઈની ખરીદી કરી આપીને દિવાળી પર્વની અલગ રીતે ઉજવણી કરવામાં આવી હતી. પ્રકાશના પર્વ અને દિવાળીના તહેવારનો પ્રારંભ થયો છે. ધનતેરસથી લઈને બેસતા વર્ષ સુધીના પાવન પર્વને લઈને સૌકોઈ રંગેચંગે દિવાળીની ઉજવણી કરશે.
પંચમહાલ જિલ્લા પોલીસે માનવતા કી મિશાલની વ્યાખ્યા કરતા ગરીબ પરિવારોના બાળકોને દિવાળીની ખરીદી કરાવી હતી. પંચમહાલ જિલ્લાના જુદા જુદા પોલીસ મથકના પોલીસ અધિકારીઓની કામગીરીને સૌકોઈએ બિરદાવી હતી. શહેરા પોલીસ મથકના પીઆઈ આર.કે. રાજપુત દ્વારા ગરીબ પરિવારના બાળકોને કપડા ખરીદીને આપવામાં આવ્યા હતા.
સુરત શહેર ડિંડોલી પોલીસે અનાથ બાળકોને દિવાળીના દિવસે આપી સરપ્રાઈઝ…આ સરપ્રાઈઝ જોઈને તમે પણ ભાવુક થઇ જાસો ❤️@sanghaviharsh#સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે
.
.#surat #suratpolice #gujarat #police #diwali2024 #family #emotional #reelsinstagram #gujaratpolice #surprise pic.twitter.com/NZtbqDcMBE— Surat City Police (@CP_SuratCity) November 1, 2024
ગોધરા શહેરના ડોડપા વિસ્તારમાં ગોધરા શહેર બી ડીવીઝન પોલીસ મથકના પીઆઈ અંકુર ચૌધરી દ્વારા પણ કપડા અને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું. પોલીસ વિભાગ દ્વારા જરૂરીયાતમંદ અને ગરીબ પરિવારોના બાળકોને દિવાળીના તહેવારમાં તેમની જરૂરિયાત પુરી કરીને સાચા અર્થમાં મે આઈ હેલ્પ યુ વ્યાખ્યા સાર્થક કરી છે.
ખુશીઓ વહેંચવાથી વધે છે..#DiwaliCelebration pic.twitter.com/zBFKVkm7sA
— Gujarat Police (@GujaratPolice) November 1, 2024