Western Times News

Gujarati News

ગુજરાત વિધાનસભાની ચૂંટણી અનુલક્ષી પંચમહાલ પોલીસનું મેગા કોમ્બીગ

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) પંચમહાલ પોલીસ દ્વારા જિલ્લામાં આગામી વિધાનસભા ચૂંટણીઓ ને લઈ એક્શન માં આવી ગઈ હતી.જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી પંચમહાલ પોલીસ દ્વારા મેગા કોંબીંગ ઓપરેશન તેમજ સરહદી વિસ્તારોમાં સર્ચ ની અસરકારક કામગીરી હાથ ધરવામાં આવી હતી.

જેમાં પોલીસ નાં સર્ચ દરમિયાન ૨ જીવતા ગૌવંશ ને બચાવી લેવામાં આવ્યા છે.આ ગુન્હામાં ૩ આરોપીઓ વિરુદ્ધ પશુધારા ની કલમો હેઠળ ગુન્હા નોંધવામાં આવ્યા છે.જેમાં રૂ.૬.૪૧ લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.તેમજ અન્ય એક જગ્યાએથી ૬ નાના વાછરડા પણ ઉગારી લીધા હતા.

પોલીસ નાં સર્ચ દરમિયાન ગેર કાયદેસર ખેરના લાકડા ભરી ને વહન કરતા એક ટ્રક ને ઝડપી પાડવામાં આવી હતી.જેમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા રૂ.૧૨ લાખ નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.આ ઉપરાંત પંચમહાલ પોલીસ દ્વારા ગૌવંશ નાં ગુન્હામાં સંડોવાયેલા માથાભારે ૫ – ઇસમોની ધરપકડ કરી

રાજ્યની વિવિધ જેલ ખાતે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. છેલ્લા ઘણા સમયથી વિવિધ ગુન્હામાં પકડવાના બાકી હોય તેવા આરોપીઓ સામે ૬૩૩ નોન બેલેબલ વોરંટ ની બજવણી કરવામાં આવી હતી. પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા આગામી વિધાનસભા ચૂંટણીઓ ને લઈ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે

તે હેતુથી જિલ્લાની સરહદ વિસ્તારમાં સમાવિષ્ઠ ૧૦ ચેક પોસ્ટ પર પણ વાહન ચેકીંગ તેમજ સર્ચ ની કામગીરી હાથ ધરવામાં આવી હતી.પોલીસ દ્વારા વીતેલા સમય દરમિયાન વિવિધ ગુન્હામાં સંડોવાયેલા આરોપીઓ સામે અટકાયતી પગલાં લેવાની પણ કામગીરી કરવામાં આવી હતી.પંચમહાલ પોલીસ દ્વારા તા.૧.૧.૨૦૨૨ થી તા.૨.૧૧.૨૦૨૨ સુધીમાં દેશી દારૂ નાં ૩૫૭૪ કેસ કરવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.