પંચવટી જંકશન અને ચીમનભાઈ પટેલ બ્રીજને સમાંતર તૈયાર થનાર નવા ફલાયઓવરના ખાતમુહુર્ત થશે

File Photo
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી ૧૮ તારીખે રૂ.૧૬૯ર.૧૬ કરોડના ૯પ કામોના લોકાર્પણ-ખાતમુહુર્ત કરશે- પલ્લવ બ્રીજનું લોકાર્પણ કરવામાં આવશે
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા પલ્લવ ચાર રસ્તા પાસે બનાવવામાં આવેલ નવા ફલાય ઓવરનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવશે
આ ઉપરાંત પંચવટી જંકશનથી સી.એન. વિદ્યાલય સુધી અને ચીમનભાઈ પટેલ બ્રિજમાં વધારાની એક પાંખ બનાવવાના કામનું લોકાર્પણ પણ કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા આગામી ૧૮ તારીખે રૂ.૩૮પ કરોડના કામોના લોકાર્પણ અને ૧૧૯૯ કરોડના કામોના ખાતમુહુર્ત કરવામાં આવશે.
મ્યુનિ. સ્ટે.કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ટ્રાફિક સમસ્યાને હળવી કરવા ગાંધીનગર લોકસભાના નારણપુરા વોર્ડમાં પલ્લવ- પ્રગતિનગર ચાર રસ્તા પર રૂ.૧૧૬.૯૪ કરોડના ખર્ચે ફલાય ઓવર તૈયાર કરવામાં આવ્યો છે જેનું લોકાર્પણ પણ ગાંધીનગરના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવશે.
આ ઉપરાંત તેઓ આરટીઓ સર્કલ પાસે બનાવવામાં આવેલ નવા પીન્ક ટોયલેટ, જોધપુર વોર્ડમાં વો.ડી. સ્ટેશન, બોપલમાં ડ્રેનેજ પપીંગ સ્ટેશન સહિતના કામોનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત સોલા ઓÂક્સજન પાર્ક, સોલા-થલતેજમાં ૮૪ આવાસ, મકતમપુરા ગાર્ડન ડેવલપ કરવાના કામને પણ પ્રજા સમક્ષ ખુલ્લા મુકવામાં આવશે.
ગાંધીનગર લોકસભા વિસ્તારમાં આવેલા સાબરમતી વોર્ડમાં આરટીઓ સર્કલથી સાબરમતી તરફ જતા હયાત ચીમનભાઈ પટેલ ઓવરબ્રીજ પર ટ્રાફિકનું ભારણ વધારે રહેતું હોવાથી બ્રીજને સમાંતર નવો ઓવરબ્રીજ બનાવવામાં આવશે જેના માટે રૂ.ર૩૭.૩ર કરોડનો ખર્ચ થશે. મ્યુનિ. કોર્પોરેશન હદ વિસ્તારમાં જુદા જુદા રેલવે ઓવરબ્રીજ તથા ફલાય ઓવર બ્રીજ નીચેની જગ્યા ડેવલપ કરી સ્પોર્ટસ એક્ટિવીટી માટે તૈયાર કરવામાં આવશે.
આ ઉપરાંત સાબરમતી નદી પર આવેલા સરદારબ્રીજ, ગાંધીબ્રીજ, વાડજ- દુધેશ્વર બ્રીજ પર ડેકોરેટિવ લાઈટીંગની કામગીરી રૂ.૧૩૧.૧૦ કરોડના ખર્ચથી કરવામાં આવશે. આ તમામ કામના ખાતમુર્હુત પણ કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા કરવામાં આવશે. અમદાવાદ પશ્ચિમ લોકસભા વિસ્તારના એલીસબ્રીજ વિસ્તારમાં પંચવટી જંકશન પર રૂ.૧૪ર.૦૪ કરોડના ખર્ચથી ફલાય ઓવર બનાવવામાં આવશે તેના ખાતમુહુર્ત પણ કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા કરવામાં આવશે.
આગામી તા.૧૮મીના દિવસે અમિત શાહ રૂ.૩૮પ.ર૪ કરોડના ખર્ચથી તૈયાર થયેલ ૩ર કામોના લોકાર્પણ કરશે. જયારે રૂ.૧૧૯૯.૩ર કરોડના ખર્ચથી તૈયાર થનાર ૬૦ કામોના ખાતમુર્હત કરશે. આ ઉપરાંત રૂ.૧૦૭.૬૦ કરોડના ખર્ચથી તૈયાર કરવામાં આવેલ ૩ આવાસોના ડ્રો પણ કરવામાં આવશે. આમ ૧૮ તારીખે તેઓ રૂ.૧૬૯ર.૧૬ કરોડના ૯પ કામોનું લોકાર્પણ તથા ખાતમુર્હત કરશે.