લો ગાર્ડનના ડોમીનોઝમાં બોક્સની વચ્ચે ઈયળ નિકળતાં હોબાળો
ડોમીનોઝ પિત્ઝા સેન્ટરમાં પિત્ઝા બોક્સની વચ્ચે ઈયળ જોવા મળી
(એજન્સી)અમદાવાદ, અમદાવાદ શહેરમાં ખાદ્યપદાર્થોમાં જીવાત નીકળવાનો સિલસિલો યથાવત છે. લો ગાર્ડન ખાતેના ડોમીનોઝ પિત્ઝા સેન્ટરમાં પિત્ઝા બોક્સની વચ્ચે ઈયળ જોવા મળી હતી.
વધુ એક આઉટલેટમાં જીવાત મળી આવતાં ગ્રાહકને કડવો અનુભવ થયો હતો. સ્વચ્છતાના ધારાધોરણનું પાલન ન થતું હોવાની ફરિયાદ ગ્રાહકે કરી. થોડા મહિના પહેલા પણ અમદવાદ શહેરની એક નામાંકિત હોટલની સેન્ડવિચમાંથી જીવાત નીકળતા ગ્રાહકે હોબાળો મચાવ્યો હતો. રામદેવનગર પાસે આવેલી કોર્ટીયર્ડ મેરિયટ હોટલની સેન્ડવિચમાંથી જીવાત નીકળતા ગ્રાહકે હોટલ મેનેજમેન્ટ સામે ફરિયાદ કરતા હોબાળો મચાવ્યો હતો
તેમણે જીવાતનો વીડિયો પણ મોબાઇલ કેમેરાથી કેપ્ચર કરીને વાયરલ કર્યો હતો.ગ્રાહકે સેન્ડવિચનો ઓર્ડર આપ્યો હતો. સેન્ડવિચમાંથી જીવાત નીકળતા ગ્રાહકે હોટલના સંચાલકને ફરિયાદ કરી હતી જો કે ફરિયાદનો સંતોષકારક જવાબ ન મળતા આખરે ગ્રાહકે ઉગ્ર રજૂઆત કરતા ઘટનાનો વીડિયો ઉતાર્યો અને તેને વાયરલ કરી દીધો.
ગ્રાહકની ફરિયાદને ગંભીરતાથી ન લેવાતા રોષે ભરાયેલા ગ્રાહકે હોબાળો મચાવ્યો હતો. ગ્રાહકે ગ્રીલ સેન્ડવિચ ઓર્ડર કરી હતી, જેનું બિલ જીએસટી સાથે ૪૧૩ આવ્યું હતું.એક સેન્ડવિચના આટલા રૂપિયા ચૂકવવા છતાં પણ ગ્રાહકને જીવાતવાળી સેન્ડવિચ મળી. રેસ્ટોરન્ટની ઘોર બેદરકારીની ઘટનાનો પર્દાફાશ આ વીડિયો દ્રારા થયો છે.
ફૂડ બિઝનેસ સાથે જોડાયેલા કેટલાક વ્યવસાયી નફો વધુ કમાવવાના ચક્કરમાં અને લોકોના આરોગ્ય સાથે કેવા ચેડા કરે છે તેનો નમૂનો રાજકોટમાં પણ જોવા મળ્યો હતો. અહીં દિવાળી પહેલા પડેલી રેડમાં ચોકાવનારા તથ્યો સામે આવ્યો હતા.