Western Times News

Gujarati News

રોહિત કરતાં સારી છે પંડ્યાની ટીમ ઇન્ડીયા

નવી દિલ્હી,  ભારતના પૂર્વ ક્રિકેટ કોચ રવિ શાસ્ત્રીએ પોતાના એક અમોટા નિવેદનથી અચાનક સનસની મચાવી દીધી છે. રવિ શાસ્ત્રીના અનુસાર હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપવાળી ટી૨૦ ટીમ રોહિત શર્માની કેપ્ટનશિપવાળી સીનિયર ટીમ ઇન્ડીયા કરતાં સારી છે. હાર્દિક પંડ્યાને તાજેતરમાં જ ન્યૂઝિલેંડ વિરૂદ્ધ ટી૨૦ સીરીઝમાં કેપ્ટન બનાવામાં આવ્યા. હાર્દિક પંડ્યાએ પોતાની કેપ્ટનશિપનો કમાલ બતાવતાં ભારતને ન્યૂઝિલેંડ વિરૂદ્ધ ટી૨૦ સીરીઝમાં ૧-૦ થી જીત અપાવી દીધી.

ટીમ ઇન્ડીયાના ન્યૂઝિલેંડ પ્રવાસ પર કોમેન્ટ્રી કરનાર પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ મોટું નિવેદન આપતાં કહ્યું કે ઘણા યુવા ખેલાડી જાેડવાની સાથે જ હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપવાળી આ ટી૨૦ ટીમનું ફીલ્ડીંગ સ્તર ખૂબ સારું હતું. રવિ શાસ્ત્રીએ કહ્યું કે ‘હાર્દિક પંડ્યાની આ ટીમમાં યુવા ખેલાડીઓની સંખ્યા ખૂબ વધુ છે. તેનાથી નિશ્વિત રીતે ફિલ્ડીંગના સ્તરમાં સુધારો થયો છે.’

પૂર્વ કોચ રવિ શાસ્ત્રીના અનુસાર હાર્દિક પંડ્યાની ટી૨૦ ટીમને બીજા દરજ્જાની ટીમ ન કહી શકાય છે, કારણ કે તેમાં ફક્ત રોહિત શર્મા અને વિરાટ કોહલી જ હાજર નથી. આ ઉપરાંત ટીમમાં ઘણા ખતરનાક ખેલાડી હાજર છે. તમને જણાવી દઇએ કે ટી૨૦ વર્લ્ડકપ ૨૦૨૨ માં રોહિત શર્માની કેપ્ટનશિપવાળી ટીમ ઇન્ડીયામાં દિનેશ કાર્તિક, રવિચંદ્રન અશ્વિન અને મોહમંદ શમી જેવી સીનિયર ખેલાડીઓની હાજરથી ફીલ્ડીંગનું સ્તર થોડું નબળું જાેવા મળી રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.