તમે જે પાણીપૂરી આરોગો છે તેમાં સડેલા બટાકા વપરાય છે? જાણો છો
પાણી પુરી બનાવતા વેપારીના સ્થળોએ રેડ કરી સડેલા બટાકાનો જથ્થો જપ્ત કરાયો
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) પંચમહાલ જીલ્લામા દિવાળીના તહેવારોને લઈ નગરપાલિકા વિભાગની ટીમો એકટીવ થઈ છે. જેમા શહેરા નગરપાલિકાએ પાણીપુરીના વેપારીઓને ત્યા રેડ કરી હતી.
જ્યા રેડ દરમિયાન બટાકાની ગુણોની તપાસ કરતા તેમા સડેલા બટાકાનો જથ્થો મળી આવતા પાલિકાની ટીમ પણ ચોકી ઉઠી હતી. પાણીપુરીના વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હાલમા દિવાળીના તહેવારોની શરુઆત થઈ ગઈ છે. ત્યારે ખાણીપીણીના વેપારીઓ વધુ કમાવાની લાલચ સાથે આરોગ્ય સાથે ચેડા કરતા અચકાતા નથી. શહેરા શહેરા નગરપાલિકા સેનેટરી ઇન્સ્પેક્ટર જીતેન્દ્રસિંહ રાઠોડ દ્વારાફિલ્ડ વિઝીટ દરમિયાન પાણીપુરી બનાવતા એકમોમા તપાસ હાથ ધરવામા આવી હતી. પંચવટી વિસ્તારમાં પાણીપુરી બનાવતા વેપારીના ત્યાં અચાનક તપાસ કરતા ૧૨૦ કિલો ખૂબ જ માત્રામાં સડેલા બટાકા મળી આવ્યા છે
જેને તાત્કાલિક ધોરણે નાશ કરી ત્રણ જેટલી પાણીપુરી લારીઓ જપ્ત કરવામાં આવી હતી. સેનટરી ઈન્પેક્ટર જીતેન્દ્ર રાઠોડ જણાવે છે કે અમે પકોડીના વેપારીઓને ત્યા તપાસ હાથ ધરતા ૩ કટ્ટા સડેલી હાલતમા બટાકા મળી આવ્યા છે. પકોડી સહિતનો સામાન જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે