Western Times News

Gujarati News

મુસાફરોની સુરક્ષા માટે રેલવે સ્ટેશનો પર પેનિક બટન લગાવાશે

નવી દિલ્હી, ભારતીય રેલવે દ્વારા મુસાફરોની યોગ્ય સુવિધા મળી રહે તે રીતે દેશભરમાં હજારો ટ્રેનોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. આજના સમયે ટ્રેનોમાં રોજ કરોડો લોકો મુસાફરી કરી રહ્યા છે. યાત્રાળુઓને મુસાફરીમાં કોઈ અસુવિધા ન પડે તે માટે કેટલાક નિયમો અને કાયદાઓ બનાવવામાં આવ્યા છે.

આ સિવાય ભારતીય રેલવે દ્વારા સ્ટેશનોનું રિનોવેશન અને ટ્રેનોની સ્પીડ વધારવા માટે પણ ઝડપથી કામ કરવામાં આવી રહ્યું છે. ભારતીય રેલવે મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખી હવે સ્ટેશનો પર એક ખા પ્રકારનું પેનિક બટન લગાવવાનું કામ ચાલી રહ્યું છે. આવો જાણીએ આ પેનિક બટન શું છે અને તે કેવી રીતે કામ કરી રહ્યુ છે.

રિપોર્ટ પ્રમાણે મધ્ય રેલવે વિભાગ તેના નેટવર્ક સાથે જાેડાયેલ સ્ટેશનો પર પેનિક બટન લગાવવાની યોજના તૈયાર કરી રહી છે. પેનિક સ્વિચ બટન લગાવવા માટે હાલમાં કુલ ૧૧૭ સ્ટેશનોની પસંદગી કરવામાં આવી છે.

પેનિક બટન એક ખાસ પ્રકારે સલામતી માટેનું ઉપકરણ છે. કટોકટીની સ્થિતિમાં તેનો ઉપયોગ કરવામાં આવશે. સંકટ સમયે મુસાફર પેનિક બટનનો ઉપયોગ કરીને રેલવે સુરક્ષા દળ (આરપીએફ)ને સાવચેત કરે છે.

પેનિક બટનનો ઉપયોગ કરીને મુસાફર કોઈપણ પ્રકારની સહાયતા માટે આરપીએફ કર્મચારીઓની સહાયતા લઈ શકશે. પેનિક બટન પર લગાવવામાં આવેલી સ્વીચને દબાવતાની સાથે તરત જ એક એલર્ટ સીધું આરપીએફકંટ્રોલ રૂમ સુધી પહોંચી જશે. અને તેની સાથે મુસાફરની ઓળખ કરીને તરત તેની મદદ પહોચાડવામાં આવશે. રેલવે સ્ટેશનો પર પેનિક બટન લગાવવાની યોજનાને એક વર્ષમાં પુરી કરવામાં આવશે. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.