પાંજરાપોળ અને ગૌશાળા સંચાલકોએ રસ્તા પર પશુધનને છોડી મૂક્યા
(એજન્સી)પાટણ, રાજ્યના ગૌશાળા સંચાલકોએ સરકાર સામે બાંયો ચડાવી છે. ગુજરાતના બનાસકાંઠા, પાટણ, રાધનપુર, સહિતના પાંજરાપોળ અને ગૌશાળા સંચાલકોએ પશુઓને રસ્તા પર છોડી દીધી હતી, અને આંદોલન વધુ ઉગ્ર બનશે તેવી ચિંકી પણ ઉચ્ચારી હતી.
બનાસકાંઠાના દિયોદરના લાખાણીમાં ગૌશાળાની ગાયોને છોડી મૂકવામાં આવી હતી. રાજ્ય સરકારે ગૌશાળા અને પાંજરાપોળ માટે રૂપિયા ૫૦૦ કરોડની સહાય જાહેર કરી હતી.જાે કે હજુ સુધી સહાય ન મળતા લોકામાં રોષનો માહોલ છે.
ગેળા ગામમાં ગૌશાળાની ગાયોને મામલતદાર કચેરીએ લઈ જતા પોલીસે અટકાવી હતી.જેથી ગાયોને હાઈવે પર છોડી દેવાઈ. હાઈવે પર ગાયો આવી જવાથી ટ્રાફિક જામ થયો. ગૌશાળા સંચાલકોએ સહાય ન મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવાની ચીમકી આપી.
બનાસકાંઠામાં ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોએ પશુઓને સરકારી કચેરીમાં છોડી મુકવાની ચીમકી આપી..અને સંચાલકોએ પશુઓને રસ્તા ઉપર છોડી પણ મુક્યા. સંચાલકોની ચીમકીને પગલે પોલીસ એલર્ટ થઈ. ડીસા સહિત મોટાભાગની ગૌશાળા-પાંજરાપોળ આગળ બેરીકેટ ગોઠવાયા. પશુઓ સરકારી કચેરી સુધી ન પહોંચે તે માટે પોલીસ તૈયાર છે.
૫૦૦ કરોડની સહાય મુદ્દે બનાસકાંઠામાં પાંજરાપોળ અને ગૌશાળાના સંચાલકો સરકાર સામે લડી લેવાના મૂડમાં છે.
રાજ્યમાં ગૌ શાળા સહાય મામલે ગૌ શાળાના સંચાલકો દ્વારા વિરોધ અને દેખાવો કરવામાં આવી રહ્યો છે. ત્યારે પાટણના રાધનપુર અને વારાહીમાં આપવામાં આવેલા બંધ બાદ સરકાર દ્વારા કોઈપણ પ્રકારનો ર્નિણય લેવામાં આવ્યો નથી.
જેથી બે હજારથી ગાયને રાધનપુર નાયબ કલેકટર અને મામલતદાર કચેરીએ લઈ જઈને અનોખો વિરોધ કરવામાં આવ્યો.