Western Times News

Gujarati News

પંકજ ત્રિપાઠીની ફિલ્મ “મૈ અટલ હૂં” OTT પર થશે રીલીઝ

મુંબઈ, બોલીવૂડના પીઠ અભિનેતાઓમાંના એક પંકજ ત્રિપાઠી છે. જેઓની ફિલ્મ “મેં અટલ હું” આ વર્ષે જાન્યુઆરીમાં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં તેમણે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારીની ભૂમિકા નિભાવી હતી.

આ ફિલ્મમાં તેમના અભિનયને જોઈને ક્રિટિક્સે પણ તેમના ખૂબ જ વખાણ કર્યા હતા. જો કે, આ ફિલ્મે બોક્સ ઓફિસ પર કંઈ ખાસ ધમાલ મચાવી ન હતી.

જો કે, એવામાં તમે પણ આ ફિલ્મ થિયટરમાં જોવાનું ચુકી ગયા હશો, તો તમારા માટે ફરી એકવાર સારા સમાચાર સામે આવ્યા છે કે, આ ફિલ્મ ટૂંક સમયમાં જ ઓટીટી પર આવવાની છે. ચાલો જાણીએ કે, આ ફિલ્મ કયા ઓટીટી પ્લેટફોર્મ પર આવવાની છે.

આ ફિલ્મ ટૂંક સમયમાં ઓટીટી પ્લેટઉફોર્મ જી૫ પર આવી રહી છે. જી૫ તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેનો એલાન કર્યો છે. સાથો સાથ પોસ્ટર શેયર પણ કર્યો છે. જેના કેપ્શનમાં લખ્યું છે કે, ‘શરૂ કરો તૈયારી, આ રહી હૈં અટલ બિહારી’. ‘મેં અટલ હું’ આ પ્રીમિયર ૧૪ માર્ચેના રોજ ફક્તને ફક્ત જી૫ પર જોવા મળશે.

ફિલ્મ “મેં અટલ હું”માં પંકજ ત્રિપાઠીએ પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારીનો કિરદાર નિભાવ્યો છે. આ ફિલ્મમાં અટલ બિહારીની કવિથી લઈ રાજનેતા બનવા સુધી સફર બતાવવામાં આવી છે. પંકજ ત્રિપાઠી સિવાય આ ફિલ્મમાં પીયુશ મિશ્રા, રાજા સેવક, દયા શંકર પાંડે તેમજ એકતા કૌલ સહિતના અન્ય કલાકારો પણ સામેલ છે.

રવિ જાધવ દ્વારા નિર્દેશિત જાધવ અને ઋષિ વિરમાણી દ્વારા લખાયેલી આ ફિલ્મનું નિર્માણ વિનોદ ભાનુશાલી, સંદીપ સિંહ અને કમલેશ ભાનુશાલી દ્વારા ભાનુશાલી સ્ટુડિયો લિમિટેડ અને લિજેન્ડ સ્ટુડિયોના બેનર હેઠળ કરવામાં આવ્યું છે.

આ ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો રિપોર્ટ અનુસાર આ ફિલ્મે ઘરેલુ બોક્સ ઓફિસ પર એક સપ્તાહમાં ૭.૯૫ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.