લલિત ત્રિવેદીની આંગળી પકડી સંગીતના ક્ષેત્રમાં આવ્યા હતા પંકજ ઉધાસ
મુંબઈ, પંકજ ઉધાસ સંગીત જગતમાં એક એવુ નામ કે જેને દેશવાસીઓ ક્યારેય નહીં ભૂલી શકે. ગઝલ જેવી શાસ્ત્રીય ગણાતી ગાયકીને સામાન્ય લોકો સુધી પહોંચાડવામાં સૌથી વધુ યોગદાન પંકજ ઉધાસનું છે.
હાલમાં તેઓનું મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સોમવારે ૨૬ ફેબ્રુઆરીએ ૮૫ વર્ષની વયે સવારે ૧૧ વાગ્યે મૃત્યુ થયું હતું. તેમના મૃત્યુના સમાચાર સાંભળી તેમના ચાહકો અને દેશવાસીઓમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.
ત્યારે તેમના નાનપણના સંગીત ગુરુ લલિત ત્રિવેદીએ તેમને યાદ કરતા પંકજ ઉધાસ અને તેમના બંને ભાઈઓ સાથે વિતાવેલા સમયને યાદ કરી સંસ્મરણોને વાગોળ્યા હતા. ગઝલ જેવી શાસ્ત્રીય ગણાતી ગાયકીને સામાન્ય લોકો સુધી પહોંચાડવામાં સૌથી મોટું અને મહત્વનું યોગદાન પંકજ ઉધાસનું માનવામાં આવે છે.
પંકજ ઉધાસ પોતાની ગાયકીથી લોકોને મંત્રમુગ્ધ કરી દેતા હતા. ગાયકીની દુનિયામાં તેઓ પગ મુકતા ગઝલ દેશ દુનિયામાં રહેતા લોકોના ઘરે ઘરે પહોંચી હતી.
પરંતુ તેમની આ સફળતા પાછળ અને સંગીતની દુનિયામાં પંકજ ઉધાસેને પાપાપગલી જો કોઈએ પાળતા શીખવાડ્યું હોય તો તે રાજકોટના લલિત ત્રિવેદી છે. પંકજ ઉધાસના સંગીત ગુરુ કહી શકાય તેવા લલિત ત્રિવેદી પાસે પંકજ સંગીત શીખવા આવતા હતા.
રાજકોટમાં રહેતા અને સંગીતના પાઠ શિખવનાર લલિત ત્રિવેદીની ઉંમર ૮૫ વર્ષની છે.તેઓ પંકજ ઉધાસના ગુરુ છે. ગુરુ લલિત ત્રિવેદીએ જુના સંસ્મરણો વાગોળતા જણાવ્યું હતું કે, પંકજ ઉધાસ અને તેના બંને ભાઈઓ નાના હતા ત્યારથી તેઓ સંગીતના પાઠ શીખવા માટે આવતા હતા. પંકજ વિરાણી હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા હતા.
ત્રણેય ભાઈઓ સવારે ૯ વાગ્યાથી આવી જતા હતા. અને જો એક દિવસ પણ આ ત્રણેય ભાઈઓ ન આવે તો લલિત ત્રિવેદીને ઘર સુનુ સુનુ લાગતું હતું.
પંકજ ઉધાસ વિશે વાત કરતા તેમણે કહ્યું કે, તેઓ નાના હતા ત્યારથી જ ખૂબ જ શરમાળ પ્રકૃતિના હતા. તેમના માતા મને કહેતા કે, પંકજ એક કાચના વાસણ જેવા છે. જેથી તેને ઉંચા અવાજે કઈ કહેતા નહીં. છતાં પણ ઘણી વખત સંગીતમાં નબળું પર્ફોર્મન્સ આપે તો હું તેને હળવી ટાપલી મારી દેતો હતો. તે દિવસે પણ પંકજ ઘરે જઈને રડતા હતા. ચારણ ગઢવી સમાજના આ ત્રણેય ભાઈઓએ પહેલેથી જ નક્કી કરી લીધું હતું કે, તે તેમનું ભવિષ્ય આગળ જઈને સંગીતની દુનિયામાં જ બનાવશે અને આજે તેઓ સંગીતની દુનિયાના બાદશાહ છે.
લલિતભાઈ આ ત્રણેય ભાઈઓને રાજકોટના કેટલાક પ્રોગ્રામમાં ગાવાનો મોકો પણ આપ્યો હતો. ૧૯૬૨ માં લલિતભાઈનું એક યંગસ્ટરનું ગ્રુપ હતું. કે જેમાં છુટાછવાયા કલાકારોને ભેગા કરવામાં આવ્યા હતા અને એક સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. જ્યારે પણ રાજકોટમાં પ્રોગ્રામ યોજવામાં આવતા હતા ત્યારે લલિતાભાઈ, પંકજ ઉધાસ, મનહર ઉધાસ અને નિર્મલ ઉધાસને સાથે જ રાખતા હતા.
તાલ-શૂરની તાલીમ લલિતભાઈએ ત્રણેય ભાઈઓને પાયાથી જ આપી હતી. આજે સંગીતની દુનિયામાં તેઓએ ખુબ ટોચ પર સ્થાન મેળવ્યું છે. આમ પંકજ ઉધાસનો રાજકોટ સાથેનો નાતો ખુબ જ જુનો છે. ત્રણેય ભાઈઓમાં પંકજ સૌથી નાના હતા. આમ રાજકોટથી જ સંગીતની દુનિયામાં તેને પાપાપગલી ભરી હતી.SS1MS