Western Times News

Gujarati News

પંખુડી અવસ્થી અને ગૌતમ રોડે બન્યા મમ્મી-પપ્પા

મુંબઈ, ગૌહર ખાન-ઝૈદ દરબાર, તન્વી ઠક્કર-આદિત્ય કપાડિયા, ઈશિતા દત્તા-વત્સલ શેઠ અને દીપિકા-કક્કર-શોએબ ઈબ્રાહિમ બાદ વધુ એક ટીવી કપલ પેરેન્ટ્‌સ ક્લબમાં સામેલ થયું છે. Pankhudi Awasthi and Gautam Rode became parents

અહીંયા અમે વાત કરી રહ્યા છીએ પંખુડી અવસ્થી અને ગૌતમ રોડેની, જેમના ઘરે લગ્નના પાંચ વર્ષ બાદ ખુશીઓનું આગમન થયું છે, તે પણ એક નહીં પરંતુ બે-બે. આ કપલના ઘરે જુડવા બાળકોનો જન્મ થયો છે, તે પણ એક દીકરો અને એક દીકરી, આ સાથે જ જુનિયર રોડે પરિવાર પૂરો થયો છે.

એક્ટ્રેસની ડિલિવરી ૨૫ જુલાઈના રોજ થઈ હતી, આ ગુડન્યૂઝ બંનેએ ફેન્સ સાથે સોશિયલ મીડિયા થકી વહેંચ્યા છે. તેમણે એક પોસ્ટ શેર કરી છે, જેમાં પરિવારના ચાર સભ્ય તરીકે તેમની જર્ની હવે શરૂ થઈ હોવાનો ઉલ્લેખ કર્યો છે, સાથે જ હંમેશા સપોર્ટ આપનારા ફેન્સનો પણ આભાર માન્યો છે. આ પોસ્ટ પર કોમેન્ટ કરીને ઈન્ડસ્ટ્રીમાંથી બંનેના ફેન્સે ચારેય પર અભિનંદનનો વરસાદ કર્યો છે. પંખુડી અને ગૌતમે એક પોસ્ટર શેર કર્યું છે, જેમાં લખ્યું છે ‘બમણા આશીર્વાદ…

અમારા ઘરે દીકરા અને દીકરીનો જન્મ થયો છે. ૨૫ જુલાઈ ૨૦૨૩… હૃદય આનંદ અને કૃતજ્ઞતાથી ભરાઈ ગયું છે. અમે ખૂબ જ આનંદિત થઈ ચાર સભ્યોના પરિવારની જર્ની શરૂ કરવા જઈ રહ્યા છીએ. પ્રેમ અને આશીર્વાદ માટે આભારી છીએ. ગૌતમ અને પંખુડી’. કેપ્શનમાં લખ્યું છે ‘ચાર સભ્યના પરિવાર તરીકે અમે નવા પ્રકરણની શરૂઆત કરવા જઈ રહ્યા હોવાથી અમારા પર વરસેલા પ્રેમ અને આશીર્વાદ માટે અમે હૃદયપૂર્વક કૃતજ્ઞ છીએ’.

દેવોલીના ભટ્ટાચાર્જી, ભારતી સિંહ, હિબા નવાબ, મોહસિન ખાન, રુપ દુર્ગપાલ, રોહન શાહ, મીરા દેઓસ્થલે, દિવ્યાંકા ત્રિપાઠી, રોહિત પુરોહિત, શીના બજાજ, હર્ષ રાજપૂત, વંદના ખટ્ટર, આશિષ કપૂર, ટીના દત્તા તેમજ વિવેક દહિયા સહિતના સેલેબ્સ અને ફેન્સે અભિનંદનનનો વરસાદ કર્યો છે તો જુડવા બાળકો માટે પ્રેમ મોકલ્યો છે.

પંખુડી અવસ્થી પ્રેગ્નેન્સી દરમિયાન ખાસ્સી એક્ટિવ રહી છે, તેણે ટિ્‌વન્સ પ્રેગ્નેન્સીની જાણ કેવી રીતે થઈથી લઈને ઘણી બધી માહિતી ફેન્સ સાથે શેર કરી હતી. ટિ્‌વન્સ વિશે તેને કેવી રીતે ખબર પડી તે વિશે અમારા સહયોગી બોમ્બે ટાઈમ્સને જણાવ્યું હતું કે ‘મારા ગર્ભમાં જુડવા બાળકો હોવાની ખબર ગૌતમ પ્રાઈવેટ રાખવા માગતો હતો. તેને લાગ્યું હતું કે, આ એવી વાત છે જે માત્ર પરિવારને જ કહેવી જાેઈએ, તેથી અમે પહેલા દરેકને જાણ નહોતી કરી.

જાે કે, જ્યારે પણ મને કોઈ મારા બાળક વિશે પૂછતું ત્યારે મગજમાં બાળકો આવતું. અમારા ઘરે જુડવા બાળકો આવવાના છે તે માટે ગૌતમ અને હું ઉત્સાહિત છીએ. આગળ તેણે કહ્યું હતું કે ‘કામ પરથી મોડા આવ્યા બાદ હું થાકી ગઈ હતી. જ્યારે મેં ઊંઘવાનો પ્રયાસ કર્યો તો મને પેટના નીચેના ભાગમાં દુખાવો થતો હતો.

બીજા દિવસે જ્યારે વોશરૂમ ગઈ તો થોડું બ્લડ આવ્યું હતું. બ્લીડિંગ બંધ ન થઈ રહ્યું હોવાથી હું ડરી ગઈ હતી. મેં ગૌતમને જાણ કરી હતી અને તેણે ડોક્ટરને બોલાવ્યા હતા. ગૌતમે મને મજબૂત રહેવા કહ્યું હતું. ડોક્ટરે ચેક કર્યા બાદ મને બે વખત અભિનંદન પાઠવ્યા હતા અને આ પાછળનું કારણ જણાવ્યું હતું’.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.