પાનોલી GIDCમાં આવેલી પ્રીમિયર એન્ડ કેમિકલ કંપનીમાં આગ લાગતા નાસભાગ

આગના પગલે ફાયર વિભાગની બે ટીમે ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવ્યો.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, અંકલેશ્વરના પાનોલી GIDC માં આવેલી પ્રીમિયર એન્ડ કેમિકલ કંપનીમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી.બનાવની જાણ થતાં જ પાનોલી નોટીફાઈડના ફાયર ફાઈટરોની ટીમ ઘટના સ્થળે દોડી આવીને આગ ઉપર કાબુ મેળવવાની કવાયત હાથધરી હતી અને કાબૂ મેળવ્યો હતો.જોકે કોઈ જાનહાનિ સર્જાય ન હતી.
અંકલેશ્વર તાલુકાની પાનોલી GIDCમાં આવેલી પ્રીમિયર મીનરલ્સ એન્ડ કેમિકલ ઈન્ડસ્ટ્રીઝ નામની કંપની આવેલી છે.આ કંપનીમાં બુધવારના રોજ કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠતાં કામદારોમાં દોડધામ મચી ગઈ હતી.
આગ એટલી વિકરાર હતી કે આગના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડતા હતાં. આગ અંગેની જાણ કંપની દ્વારા પાનોલી નોટિફાઈડ ઓથોરિટીને કરતા તાત્કાલિક ધોરણે ફાયર ફાઈટરોની બે ટીમ મોકલી તાત્કાલિક સ્થળ પર દોડી આવીને આગ પર કાબુ મેળવવાની કવાયત હાથધરી હતી.
ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો.જોકે આગ કયા કારણોસર લાગી હતી.તે હજી સુધી જાણી શકાયું નથી.પરંતુ આગમાં કોઈ જાનહાનિ ન થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.