Western Times News

Gujarati News

પાનોલી GIDCની ઈન્ફિનિટી રિસર્ચમાંથી કરોડો રૂપિયાનું MD ડ્રગ્સ ઝડપાયું

(વિરલ રાણા) ભરૂચ,મુંબઈની એન્ટી નાર્કોટીક્સ સેલના વર્લિ યુનિટ દ્વારા ભરૂચ જીલ્લાની પાનોલી જીઆઈડીસીની ઈન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ કંપની માંથી ૫૧૩ કિલો એમડી ડ્રગ્સ ઝપડી પાડવામાં આવ્યું છે.આ ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય કિંમત રૂ.૧,૦૨૬ કરોડ આંકવામાં આવી છે.

સમગ્ર કાર્યવાહીમાં એક મહિલા સહિત સાત લોકોની અટકાયત કરવામાં આવી હોવાની સૂત્રો પાસે થી માહિતી મળી રહી છે.
મુંબઈના એન્ટી નાર્કેટિક સેલના વર્લિ યુનિટ દ્વારા ભરૂચ જીલ્લાની અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત નજીક આવેલી પાનોલી જીઆઈડીસીમાં આવેલી ઈન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ કંપનીમાં રેડ કરવામાં આવી છે.

આ કાર્યવાહીમાં તપાસ એજન્સીઓએ ૫૧૩ કિલો એમડી ડ્રગ્સનો જથ્થો પકડી પાડયો છે.આ ડ્રગ્સની કિંમત આંતર રાષ્ટ્રીય માર્કેટમાં રૂ.૧,૦૨૬ કરોડ હોવાનું આંકવામાં આવી રહી છે.તો સમગ્ર કાર્યવાહી દરમ્યાન મુંબઈના એન્ટી નાર્કેટિક સેલના વર્લિ યુનિટે એક મહિલા સહીત સાતની ધરપકડ કરી છે.

ડાયઝ અને ડાય ઈન્ટરમીડિયેટના નામે ૫ વર્ષ પહેલાં ખોલેલી રૂપિયા ૪૪૨ લાખની કંપની માંથી રૂપિયા ૧૦૨૬ કરોડનું MD ડ્રગ્સ ઝડપાતા ચકચાર મચી છે.તો ભરૂચ એસ.ઓ.જી સહિતની ટીમ પણ કંપની ઉપર જોવા મળી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.