યુરોપનો મોટો ઓર્ડર રદ થયો તો કરોડો કમાવવા ડ્રગ્સનું ઉત્પાદન શરૂ કર્યું
પાનોલી ઈન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ કંપનીમાંથી ૧૩૮૩ કરોડ MD ડ્રગ્સ ભરૂચ SOG એ પકડવાનો મામલો.
– B.com ભણેલા કંપની માલિક ચિંતન પાનસેરિયા અને જ્યંત તિવારીનું ભાગીદારીમાં ડ્રગ્સનો કારોબાર
– B.Sc. કેમિકલ દીક્ષિત મુખ્ય માસ્ટર માઈન્ડ, ડ્રગ્સ બનાવવામાં અહમ ભૂમિકા
– મુંબઈ એન્ટી નાર્કોટિક્સે ૧૦૨૬ કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યા બાદ ભરૂચ SOG ત્રાટકી
– ૩૦,૦૦૦ સ્કવેર ફૂટ અને ૩ માળની કંપનીમાંથી રીએક્ટરમાં રહેલું લિકવિડ ફોમમાં ૧૩૦૦ લીટર અને સોલિડ ફોમમાં 83 કિલો ડ્રગ્સ શોધી કાઢ્યું
– ૮ મહિનાથી કંપનીમાં ચાલતા ડ્રગ્સના ઉત્પાદનમાં અત્યાર સુધી કેટલા કરોડોનું બનાવ્યું, વેચ્યુંની તપાસ શરૂ : SP લીના પાટીલ
– આંતરરાજ્ય સાથે ઈન્ટરનેશનલ ડ્રગ્સ રેકેટ તો નથી તેના મૂળ સુધી પહોંચશે ભરૂચ પોલીસ
(વિરલ રાણા) ભરૂચ,ભરૂચ કેમિકલ હબમાં ડ્રગ્સ બનાવતી ફેકટરી મુંબઈ એન્ટી નાર્કોટિક્સ સેલે ઝડપી પાડ્યા બાદ ભરૂચ SOG એ ૩૦,૦૦૦ અકવવે ૫ ફિટમાં ફેલાયેલી ૩ માળની કંપનીમાં વધુ ડ્રગ્સની પ્રબળ શકયતા સાથે સર્ચ કર્યું હતું.
આજે ભરૂચ જિલ્લા પોલીસ વડા ડૉ.લીના પાટીલે ડ્રગ્સ અંગે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ભરૂચ SOG, LCB અને અંકલેશ્વર રૂરલ પોલીસે પાનોલીની ઇન્ફિનિટી રિસર્ચ અને ડેવલોપમેન્ટ કંપનીમાં દરોડો પાડી સઘન તપાસ હાથધરી હતી.
વિશાલ કંપનીમાં બીજા માળે બનાવેલા રીએક્ટર માંથી ૧૩૦૦ લીટર લિકવિડ ફોર્મમાં રહેલો મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો.જ્યારે સોલિડ ફોમમાં ૮૩ કિલો MD ડ્રગ્સ મળ્યું હતું.ભરૂચ SOG એ ૧૩૮૩ કરોડનું ડ્રગ્સ,૧૩.૨૪ લાખનું અન્ય ડ્રગ્સ બનાવવામાં વપરાતું કેમિકલ્સ, અન્ય દસ્તાવેજો અને ૭૫ હજારના બે મોબાઇલ કબ્જે કર્યા છે.
કંપનીના માલિકો અંકલેશ્વર રહેતો ચિંતન રાજુ પાનસેરિયા બી.કોમ ભણેલો છે.જેને ફાયનાન્સ સહિતનું ઈન્વેસ્ટમેન્ટ કેયું હતું.જયારે અન્ય ભગીદાર જ્યંત જીતેન્દ્ર તિવારી પણ આમ સક્રિય ભૂમિકા ભજવી ડ્રગ્સ બનાવવા મટિરિયલ્સની મુંબઈ સહિતના સ્થળોથી ખરીદારી થતી હતી.
આ ડ્રગ્સ બનવવામાં માસ્ટર માઈન્ડ એવા જ્યંતનો મામો દીક્ષિત B.Sc કેમિકલ હતો.જેને મુંબઈ એન્ટી નાર્કોટિક્સ સેલ ઊંચકી ને લઈ ગઈ છે.આરોપીઓ જાન્યુઆરીથી ફેક્ટરીમાં ડ્રગ્સ બનાવી રહ્યા હતા. કંપનીમાં ૮ મહિનાથી ચાલતા ડ્રગ્સ બનાવવામાં મુંબઈથી માલ લાવી મુંબઈ સહિતના સ્થળે વેચાણ થતું હતું.જેમાં આખી ગેંગ અને ડ્રગ્સ સપ્લાય, પેડેલર, ઉત્પાદક અને વેચાણ કર્તાઓની લિંક જોડાયેલી હતી.
આ આંતર રાજ્ય ડ્રગ્સ રેકેટ આંતર રાષ્ટ્રીય છે કે નહીં તેની પણ તપાસ થશે તેમ SP ડૉ.લીના પાટીલે જણાવ્યું છે. મટિરિયલ્સ ક્યાંથી, કોની પાસેથી ખરીદી ડ્રગ્સ બનાવી ક્યાં વેચાતું હતું. સમગ્ર ડ્રગ્સ રેકેટમાં કોણ કોણ જોડાયેલા છે.તેની સઘન તપાસ થશે.અત્યાર સુધી કેટલું MD ડ્રગ્સ બનાવ્યું અને ક્યાં ક્યાં કોને વેચાણ કરાયું ભરૂચ પોલીસ તેના મૂળ સુધી જશે. કંપની ને બે વર્ષ પહેલાં કોરોના સમયે યુરોપની કંપનીનો કોન્ટ્રાકટ મળ્યો હતો.
જોકે ફાયનાન્સ, મટિરિયલ્સના માપદંડો ઉપર ખરા નહિ ઉતરતા તે કોન્ટ્રાકટ જ રદ થઈ ગયો હતો અને ઓર્ડર હાથ માંથી જતો રહ્યો હતો.એક જ કંપની માંથી મુંબઈ એન્ટી નારકોટિકસે ૧૦૨૬ કરોડ બાદ ભરૂચ SOG એ ૧૩૮૩ કરોડ મળી કુલ ૨૪૦૯ કરોડનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપવાની ભરૂચ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં સૌથી મોટી ઘટના બની ગઈ છે.