Western Times News

Gujarati News

Paperleak: ગુજરાતમાં કોંગ્રેસે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યાે

(એજન્સી)ગાંધીનગર, રાજ્ય સરકારની કામકાજ સલાહકારની બેઠક બુધવારે મળી હતી. આ બેઠક પછી સરકાર કોંગ્રેસને વિરોધ પક્ષનું પદ આપશે કે નહીં તે બાબત સ્પષ્ટ થવાની અપેક્ષા હતી, પણ સરકારે ધરાર કોંગ્રેસ પાસે ઓછી બેઠક હોવાથી વિરોધ પક્ષનું પદ આપ્યું નથી. Paperleak: Congress tried to surround the government in Gujarat

કોંગ્રેસ તરફથી વિપક્ષી નેતાનું પદ આપવા માટે અરજી કરવામાં આવી હતી. આ અરજી અંગે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ પત્ર લખીને જવાબ આપ્યો હતો કે, કોંગ્રેસ પાસે ધારાસભ્યોની સંખ્યા ૧૦ ટકાથી ઓછી હોવાથી વિધાનસભામાં વિરોધ પક્ષનું પદ આપી શકાય નહીં.

આમ ગુજરાત વિધાનસભાના ઈતિહાસમાં પહેલી વખત વિપક્ષ તરીકે કોઈ જાેવા મળશે નહીં. બીજી તરફ પેપરલીક મામલે વિપક્ષ કોંગ્રેસ પણ આક્રમક મૂડમાં છે. કોંગ્રેસે સરકારને ઘેરવા માટે વિરોધ નોંધાવ્યો.

પેપર ફોડનારાઓ સામે કડક કાયદો લાવવાનું બિલ વિધાનસભામાં રજૂ
ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર હાલમાં ચાલી રહ્યું છે. ત્યારે પેપર ફોડનાર સામે કડક કાયદો લાવવા માટેનું બિલ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું છે અને તેનાં પર વિધાનસભામાં ચચા થઈ હતી. વિધેયકમાં આમાં ઓછામાં ઓછી ૭ વર્ષ અને વધુમાં વધુ ૧૦ વર્ષની સજાની જાેગવાઈ કરાઈ છે.

તો પેપરલીક કરનારને ૧ કરોડ સુધીનો દંડ ફટકારવામાં આવશે. દંડની રકમ ચુકવવામાં ચૂક થાય તો ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ પેપરલીક કરનારની સ્થાવર, જંગમ મિલકત જપ્ત થઈ શકશે. પરીક્ષામંડળની કોઈ વ્યક્તિ જવાબદાર ઠરે તો તેના માટે પણ સજાની જાેગવાઈ કરવામાં આવી છે.

પરીક્ષામંડળની કોઈ વ્યક્તિ જવાબદાર હોય તો તેને મંડળમાંથી બાકાત કરવાની પણ જાેગવાઈ છે. સાથે આ અધિનિયમના દરેક ગુના બિનજામીનપાત્ર હશે. આવા કિસ્સામાં કોઈ દોષિત ઠરશે તો દંડની રકમમાં માંડવાળી થઈ શકશે નહીં. પેપરલીક કેસની તપાસ ડ્ઢઅજીઁ કક્ષાના અધિકારી કરે તે ઈચ્છનીય છે.

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે પરીક્ષા વિધેયક બિલને આવકાર્યું હતું. અને જણાવ્યું હતું કે સરકાર દ્વારા આ પગલું વહેલું લેવાની જરૂર હતી. કાયદો ફક્ત કાગળ પર ન રહી જાય એ જવાબદારી આપણા ધારાસભ્યની છે. બિલમાં કોઈપણ પ્રકારની છટકબારી ના રહી જાય તો આ કાયદો સાચા અર્થમાં સાર્થક કહેવાશે.

વધુમાં યુવરાજસિંહે જણાવ્યું હતું કે જૂનિયર ક્લાર્ક પેપરકાંડીઓ પણ આ કાયદો લગાવવામાં આવે. તેમજ આ બિલની ત્રુટી પોઈન્ટ પર ચર્ચા કરીને આપણે વિદ્યાર્થીઓ માટે ફૂલપ્રુફ સિસ્ટમ આપી રહ્યા છીએ.

સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર ફુટવા બાબતે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે જણાવ્યું હતું કે વિધાનસભામાં જે બિલ રજૂ કરવામાં આવ્યું છે જે બિલ રજૂ કરવાથી વિદ્યાર્થીઓનાં ભવિષ્ય સાથે થતા ચેડા અટકશે. પરંતું ક્યાંકને ક્યાંક એવું લાગી રહ્યું છે કે ઘણું મોડું થઈ ગયું છે.

અત્યાર સુધીમાં સ્પર્ધાત્મક તેમજ અન્ય પેપર મળી કુલ ૨૩ થી ૨૫ પેપર ફૂટ્યા છે. સરકાર ક્યાક મોડી જાગી છે. છતાં પણ આ જે પગલું છે તે આવકારદાયક છે. અને આ કાયદો માત્ર કાગળ પર ન રહી જાય તે જવાબદારી આપણા જે જનપ્રતિનિધિઓ છે. તેઓની પણ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.