14 વખત પેપર લીક થયા પરંતુ હવે ઘડાતો કાયદો જૂની FIRમાં સજા નહીં કરી શકે!
અત્યાર સુધી ૧૪ વાર પેપર લીક થયા અને ગુના રજીસ્ટર થયા છે પરંતુ હવે ઘડાતો કાયદો જૂની એફઆઇઆરમાં સજા નહીં કરી શકે! બંધારણની કલમ ૨૦ ૩ નો અભ્યાસ જરૂરી છે!
પરીક્ષાના પેપરો લીક કરીને સરકારની વ્યવસ્થા ખોરવી નાખતા સ્થાપિત હિતો સામે એક કરોડના દંડ અને ૧૦ વર્ષની જેલની સજા કરતો કાયદો ઘડવાની ગુજરાત સરકારની પહેલ આવકાર્ય! પરંતુ કાયદો બંધારણ સાથે સુસંગત રહી ગણાય એ માટે એડવોકેટ જનરલનું માર્ગદર્શન જરૂરી છે!
તસવીર ગુજરાત હાઇકોર્ટની છે બીજી ઇન્સેટ તસ્વીર ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ જનરલ શ્રી કમલભાઈ ત્રિવેદીની છે સરકાર કોઈ પણ કાયદો ઘડે તે બંધારણ સાથે સુસંગત હોય તેવા કાયદો ઘડવા માટે કાનૂની અભિપ્રાય લેવો જાેઈએ એક તો સરકાર જે કાયદો ઘડવા જઈ રહી છે તેમાં તમામ પ્રકારની સાવધાની ની જરૂર છે. Papers were leaked 14 times but the law being framed now cannot punish old FIRs!
કારણ કે એક તો બંધારણની કલમ ૨૦ ૩ એ ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકારને કાયદો કરવાની સત્તા આપે છે પરંતુ સરકાર જે કાયદો ઘડવા જઈ રહી છે તેનો પાછલી તારીખથી અમલ કરી શકાશે નહીં કે સજાની જાેગવાઈને પાછલી તારીખથી લાગુ કરવા પ્રતિબંધ ફરમાવે છે તથા કોઈ પણ સરકારને એવી અમર્યાદિત સત્તા નથી કે
તે કોર્ટમાં આરોપી સામે ગુનો પુરવાર થયા પૂર્વે સજા જાહેર કરી શકે! નહીં તો દેશમાં જે રાજકીય પક્ષોની સરકાર આવે તે ન ગમતા લોકો સામે કાયદાનું અર્થઘટન કરી ગુનાની એફઆઇઆર બનાવી પરેશાન કરી શકે?!
માટે સરકાર કોઈ પણ કાયદો ઘડે તે બંધારણ સાથે સુસંગત રહીને રચના કરે અને સરકારનો ઇરાદો કાયદાનો શાસન પ્રસ્થાપિત કરવાનો હોવો જાેઈએ! અને કોઈની ખોટી એફઆઈઆર બની ન જાય તેની પણ કાળજી રાખવી પડે “જેનું નામ જ સર્વોપરી એવા બંધારણનું શાસન”! (તસવીર સમાચાર ભરત ઠાકોર તથા કરિશ્મા ઠાકોર દ્વારા)
સત્ય સુધી નિસ્વાર્થ પણે કેવી રીતે પહોંચવું એ વિજ્ઞાન શીખવે છે – લીસમેટનર
ઓસ્ટ્રેલિયન મહાન વૈજ્ઞાનિક લિસ્ટ મેટનારે સરસ કહ્યું છે કે “સત્ય સુધી નિશ્વાર્થ પણે કેવી રીતે પહોંચવું એ વિજ્ઞાન શીખવે છે, વિજ્ઞાન શીખવે છે કે વાસ્તવિકતા નો સ્વીકાર કેવી રીતે કરવો”!! સુપ્રસિદ્ધ જીવ શાસ્ત્રી એન્ટ્રીઆસ વેસાલીઅસે અદભુત કહ્યું છે કે “વિચક્ષણ વ્યક્તિ અમર છે બાકીના બધા મૃત્યુ છે”!!
દુનિયાને આગળ વધારવા માટે દેશને આગળ લાવવા માટે દેશનું નેતૃત્વ એ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ધરાવતા, માનવતાવાદી અભિગમ ધરાવતા અને કર્તવ્ય ધર્મ નિભાવનારા નેતૃત્વની પસંદગી ન થાય તો દેશમાં કે ગુજરાતમાં ‘સ્થાપિતહિતો અને ગુનાખોરો’ દુનિયા પર રાજ કરતા થઈ જશે!
સુશિક્ષિત અને વિચક્ષણ વ્યક્તિઓના નેતૃત્વ ની જરૂર છે તેવા સમયે ગુજરાત સરકારે આખરે સાહસ કરીને પરીક્ષા ના પેપરો ફોડતા સ્થાપીત હિતો સામે કાયદાનો સકંજાે કસવા અને કાયદાના શાસનની ધાક ઊભી કરવાના પ્રયાસના ભાગરૂપે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ વાળી સરકારે ભરતી પરીક્ષામાં ગેરરીતી રોકવા કાયદો લાવી રહી છે એ અત્યંત આવકાર્ય પગલું છે જેની બહુ પહેલા જરૂર હતી!
ગુજરાત સરકારની ભરતી પરીક્ષામાં ૧૪ વખત પેપર ફૂટવામાં સફળ રહેલા ગુનાહિત સ્થાપિત હિતો ના પડકારોનો જવાબ આપી ગુનેગારોને સજા કરવા આખરે શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ વાળી સરકારે એક કરોડનો દંડ અને ૧૦ વર્ષની જેલની સજા કરતું વિધેયક લાવી કાયદાનું શાસન પ્રસ્થાપિત કરવા કરેલી પહેલ આવકાર્ય છે!
જાણીતા ઉદ્યોગપતિ અને લેખક ફિલિપ ક્રોસ્બીએ કહ્યું છે કે “ખાલી પ્રમાણિકતા પૂરતી નથી પરચો બતાવે એવી એકતા અતિ આવશ્યક છે”!! ગુજરાત સરકારની ભરતી પરીક્ષા હોય કે કોઈપણ પ્રકારની સરકારી પરીક્ષા હોય કે ખાનગી સંસ્થાઓમાં થતી ભરતીમાં ગેરરીતોઓ ને લઈને સમાજમાં પ્રમાણીક, જીનિયસ અને કર્મશીલ યુવાનોને અન્યાય થાય એટલું જ નહીં વીચક્ષણ અને પ્રતિભાશાળી વ્યક્તિને તક ના મળે તો વિકાસ લુલો થાય!
રેકર્ડ પર દેખાય પણ ગુણવત્તાનો મૃત્યુઘંટ વાગે અને સમાજના ગુનાખોર સ્થાપીત હિતો ની બોલબાલા થાય ૧૪ વાર ફૂટેલા પેપરથી સરકાર અને સમાજ બંનેને નુકસાન થાય છે આ સત્ય ગુજરાતના શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ સરકારે આ ગુનાખોરી સંપૂર્ણ નાબૂદ કરવા માટે સખ્ત સજા કરતો
અને કાયદાની શાસનની ધાક ઉભી કરતો કાયદા લાવવાની દિશામાં પહેલ કરી ને ગુજરાત સરકારે ગુજરાત સરકારના લો કમિશનરના જુલાઈ ૨૦૨૨ ના રિપોર્ટને સ્વીકારીને પેપર ફોડનારા સામે કાર્યવાહી કરવા દસ વર્ષની જેલની સજા અને એક કરોડ રૂપિયાના દંડ ફટકારતો તેમજ બે વર્ષ માટે આવા તત્વોને ભરતી પરીક્ષાથી દૂર રાખવાનો કાયદો ઘડવાનું નક્કી કર્યું છે
તે આવકાર્યા પગલું છે આવા તત્વોની મિલકત પણ ટાંચમાં લેવાનું સંભવિત વિધેકયકમાં વિચારાઈ રહ્યું છે એ જરૂરી છે હવે આ કાયદાની સરકારી રચના કરતાં પૂર્વે ગુજરાત સરકારના એડવોકેટ જનરલ શ્રી કમલભાઈ ત્રિવેદી જેવા સક્ષમની સલાહ લઈ કાયદો ઘડવો જાેઈએ જેથી સરકારની પીછેહટ ન થાય.