ગુજરાતમાં આ સ્થળે થયું, પેરા મોટરિંગનું આયોજન
ગોધરા, પંચમહાલ જિલ્લાના પાવાગઢ વડાતળાવ હાલોલ ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એડવેન્ચર સ્પોર્ટ્સ એક્ટિવિટી હેઠળ પેરા મોટરિંગનું આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રી દરમિયાન એડવેન્ચર એક્ટીવિટીને પ્રમોટ કરી જિલ્લા પ્રવાસનમાં વૃદ્ધિ કરવા માટે આં આયોજન ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ માન્ય સંસ્થા રોક ઝોન, અમદાવાદ સાથે સંકલન કરી કરાયું છે.
પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વડાતાળવ,તા-હાલોલ ખાતે એડવેન્ચર એક્ટિવિટી હેઠળ પેરા મોટરિંગનું આયોજન કરવામાં આવેલ છે,TCGL,ગાંધીનગર દ્વારા માન્યતા પ્રાપ્ત એજન્સીને નિયત ફી ચૂકવી લાભ લેવા અનુરોધ કરાયો છે. @CollectorGodhra @ddo_panchmahal @InfoGujarat @CMOGuj pic.twitter.com/2RjKzYRLk3
— Info Panchmahal GoG (@GogPanchmahal) October 1, 2022
જેની નિયત ફી ૧૫૦૦ રૂપિયા રાખવામાં આવી છે જેમાં ૩ થી ૫ મિનિટ સુધી પેરા મોટરિંગ કરાવવામાં આવશે. આ સાથે હવામાન તથા પવનની સાનુકૂળતા ઉપર પેરા મોટરિંગ પ્રવૃતિનો આધાર રહેશે તેવું જણાવવામાં આવ્યું છે.
જિલ્લાના તમામ નાગરિકોને પેરા મોટરિંગનો લાભ લેવા અનુરોધ કરાયો છે. વધુ માહિતી માટે જીતેન્દ્ર ખેરનાર – 99980 53764 નંબર પર સંપર્ક કરવા જણાવાયું છે. -તસ્વીર: મનોજ મારવાડી, ગોધરા