ઝલક દિખલા જા ૧૦ દરમિયાન બીમારીઓનો શિકાર બન્યો પારસ

મુંબઈ, ડાન્સ રિયાલિટી શૉ ઝલક દિખલા જાની અત્યારે ૧૦મી સિઝન ચાલી રહી છે. તાજેતરના એપિસોડમાં જાેવા મળ્યું કે, અનુપમા ફેમ પારસ કલનાવત અને તેની પાર્ટનર અમૃતા ખાનવિલકર એલિમિનેટ થઈ ગયા છે. શૉ ફિનાલેથી નજીક છે, તેવામાં પારસ અને અમૃતા ઓછા વોટને કારણે આઉટ થઈ ગયા છે. બન્નેના ફેન્સ આ જાેઈને ઘણાં નિરાશ થયા છે.
પારસે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે, જેમાં તેની અત્યાર સુધીની જર્ની વિશે વાત કરી છે. ઝલક દિખલા જા સિઝન ૧૦ના કન્ટેસ્ટન્ટ્સ હવે ટોપ-૫ માટે ટકરાઈ રહ્યા છે. આ અઠવાડિયામાં જજ કરણ જાેહરે જણાવ્યું કે, એક નહીં પણ બે કન્ટેસ્ટન્ટ્સ એલિમિનેટ થવાના છે. ગત સપ્તાહમાં માધુરી કે રોકસ્ટાર અને કરણ કે જાેહર નામની બે ટીમ વચ્ચે ફેસ-ઓફ થયુ હતું.
તેમાં હારનારી ટીમ એટલે કે નીતિ ટેલર, રુબીના દિલૈક, અમૃતા ખાનવિલકર, ગુંજન સિન્હા, તેજસ વર્મા અને પારસ કલનાવત અસુરક્ષિત હતા. ત્યારપછી વોટિંગ અનુસાર પારસ અને અમૃતાના સફરનો અંત આવી ગયો. પારસ માટે ફિનાલે સુધી ના પહોંચી શકવું એ ચોક્કસપણે દુખની વાત હશે, કારણકે તેણે ઝલક દિખલા જા ૧૦માં ભાગ લેવા માટે અનુપમા સીરિયલ છોડી હતી. અનુપમા અત્યારે ટીવીની નંબર વન સીરિયલ છે.
સોશિયલ મીડિયા પર પારસે આ શૉનો પોતાનો અનુભવ શેર કર્યો છે. પારસે લખ્યું કે, મારા માટે આ એક જીત છે. મેં લાખો લોકોના દિલ જીત્યા, આખરે હું પોતાને ડાન્સર કહી શકીશ. ભારતના નંબર ૧ રિયાલિટી શૉનો ભાગ બનવો એ ઘણી મોટી વાત છે.
આ એક સુંદર યાત્રાનો અંત છે. હું જજ, કન્ટેસ્ટન્ટ્સ અને ક્રૂ સાથેની મારી સુંદર યાદો અને બોન્ડ સાથે લઈ જઈ રહ્યો છું. પારસે લખ્યું કે, મને ખબર પડી કે મારા ઢીંચણમાં જॅર્હઙ્ઘઅઙ્મૈંૈજ અને દ્ભહીી ંીટ્ઠનિી સમસ્યા છે, પણ મેં હાર ના માનવાનો ર્નિણય લીધો હતો.
કારણકે આ યાત્રા મારા સ્વાસ્થ્ય કરતા વધારે મહત્વપૂર્ણ હતી. આ ફેમસ હસ્તીઓ સાથે કન્ટેસ્ટન્ટ લોબીમાં બેસીને હું પોતાને ઘણો ભાગ્યશાળી માનુ છું. લવ યુ મિત્રો. હું તમને બધાને મિસ કરીશ. આશા છે કે તમને મારા પર્ફોમન્સ પસંદ આવ્યા હશે. પ્રેમ અને વોટ મારા સુધી મોકલવા બદલ આભાર.SS1MS